કિંસટાઉન/વાંગારેઈ (ન્યૂઝીલેન્ડ): ઈંગ્લેન્ડે શનિવારે આઈસીસી અન્ડર-19 વિશ્વકપમાં રમાયેલી મેચમાં કેનેડાને 282 રને પરાજય આપ્યો. આ સિવાય શનિવારે રમાયેલી અ્ન્ય એક મેચમાં આયર્લેન્ડે અફઘાનિસ્તાનને ચાર રને હરાવ્યું. કિંસટાઉન ઈન્વેટસ સેન્ટરમાં રમાયેલી મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડે લિયામ બ્લૈંક્સ (120) અને વિલ જૈક્સે (102) રમેલી શાનદાર બેટિંગને કારણે 50 ઓવરમાં 7 વિકેટે 382 રનનો પહાડ ખડક્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડની બેટિંગમાં જૈક ડેવિસે પણ 57 રનનું યોગદાન આપ્યું હતું. કેનેડા તરફથી જમકાંડી અને તિયાન પ્રિટોરિયસે સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. કપરા લક્ષ્યાંક પાર પાડવા ઉતરેલી કેનેડાની ટીમ ઈંગ્લેન્ડના બોલરો સામે ધરાશાઇ થઈ ગઈ હતી, માત્ર 101 રન બનાવી પુરી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ માટે પ્રેમ સિસોદિયાએ સૌઝી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય એડમ ફિન્ડ, રોમાન વાલ્કર અને લૂકે હોલમાને બે-બે વિકેટ ઝડપી હતી. 


  ​AFGvsIRE, U-19 WORLD CUP


કોબહામ ઓવલ મેદાન પર રમાયેલી મેચમાં આયર્લેન્ડે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે ગુમાવી 225 રન કર્યા હતા. આ મેચમાં ગ્રાહમ કેન્ડી 37, કેપ્ટન હૈરી ટેક્ટર 36, નીલ રૉક 35 અને જૈમી ગ્રાસીએ 32 રનનું યોગદાન આપ્યું હતું. અફઘાનિસ્તાન બોલર કૈસ અહમદ અને વફાદારે સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.


226 રનના ટાર્ગેટ સામે અફઘાનિસ્તાનની ટીમ 49.2 ઓવરમાં 221 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. તેથી અફઘાનને માત્ર 4 રને હાર મળી હતી. ટેક્ટરે આયર્લેન્ડ તરફખી સૌથી વધુ 3 વિકેટ ઝડપી જ્યારે લિટિલને બે સફળતા મળી હતી.