નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે વનડે અને ટેસ્ટ ટીમની પસંદગી બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 સીઝનમાં ભારતીય ખેલાડીઓ તરફથી સતત અનુશાસનહીનતાના સમાચારોથી ખુશ નથી. તેની સીધી અસર તેની ટીમ ઈન્ડિયામાં પસંદગી પર પડશે. રિપોર્ટ છે કે કેટલીક ફ્રેન્ચાઇઝીએ છેલ્લી સીઝનમાં વારંવાર આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ બીસીસીઆઈને કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરફરાઝની પસંદગી ન થતાં ઉભો થયો વિવાદ
સરફરાઝ ખાનની પસંદગી ન થતાં મીડિયામાં જોરદાર ચર્ચા થઈ હતી. મોટા ભાગના લોકોનું માનવું હતું કે સરફરાઝને તક આપવાની જરૂર હતી. તેના પર સમાચાર આવ્યા કે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે કેટલાક ખેલાડીઓની પસંદગી આઈપીએલ 2023 સીઝન દરમિયાન અનુશાસનહીનતાને કારણે થઈ નથી. ક્રિકેટ વેબસાઇઝ ક્રિકબઝ અનુસાર, વિશ્વસનીય સૂત્ર અનુસાર, ઉત્તરની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટીમોએ ઓછામાં ઓછા ચાર ખેલાડીઓની ફરિયાદ ભારતીય ક્રિકેટ બોર્ડને કરી છે. આઈપીએલ સિવાય આ ખેલાડી ઘરેલૂ ક્રિકેટમાં પશ્ચિમ અને ઉત્તર ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. 


ટીમના માલિકે કરી બીસીસીઆઈને ફરિયાદ
અહીં મહત્વની વાત છે કે સરફરાઝ ખાન, જે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં 79થી વધુની એવરેજની સાથે મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં એક શાનદાર સ્કોરર છે, આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ (ઉત્તરની ટીમોમાંથી એક) માટે રમે છે. ક્રિકબઝના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નોર્થની એક આઈપીએલ ફ્રેન્ચાઇઝીના માલિકે પોતાની ફરિયાદમાં કહ્યું કે, કેટલાક ખેલાડી કોડને સતત તોડી રહ્યાં હતા. જેથી તેણે આ મામલાની ફરિયાદ બીસીસીઆઈને કરવી પડી. 


આ પણ વાંચોઃ Team India માટે Good News! આ બે ખતરનાક ખેલાડીઓની ટીમમાં વાપસી, વર્લ્ડકપમાં કરશે કમાલ


દરેક ટીમ પર નજર રાખે છે  BCCIનો અધિકારી
ફ્રેન્ચાઇઝીને સોંપવામાં આવેલા બીસીસીઆઈના ઈન્ટીગ્રિટી અધિકારી દરેક મેચ બાદ ભારતીય ખેલાડીઓના વ્યવહાર પર બીસીસીઆઈને રિપોર્ટ કરે છે. આ વિશેષ ફ્રેન્ચાઇઝીના મામલામાં બંને ખેલાડીઓ (જે યુવા છે અને જેણે ઘરેલૂ ક્રિકેટમાં ઉચ્ચ સ્કોર હાસિલ કર્યો છે) વિશે બીસીસીઆઈને રિપોર્ટ કરવો પડ્યો. ટીમના એક ઓનરે ક્રિકબઝને કહ્યું- જ્યારે મને સ્થિતિ વિશે ખબર પડી તો હું ખુબ પરેશાન થયો અને તત્કાલ બીસીસીઆઈને આ મામલાની જાણ કરી. ઈન્ટીગ્રિટી ઓફિસરે પણ ઉલ્લંઘનને ખુબ ગંભીરતાથી લીધુ અને પોતાની જવાબદારીને પૂરી કરી. 


T20 ટીમની જાહેરાત સમયે થઈ શકે છે ખુલાસો
એક પૂર્વ એન્ટી કરપ્શન અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે કે ઈન્ટીગ્રિટી ઓફિસર દરેક મેચ બાદ ભારતીય ખેલાડીઓના આચરણ પર બીસીસીઆઈને રિપોર્ટ કરે છે. ઉલ્લંઘનોમાં ભ્રષ્ટાચાર સંબંધિત મામલાની જગ્યાએ મુખ્યરૂપથી અનુશાસનાત્મક મુદ્દા અને કોડ ઓફ કંડક્ટ ઉલ્લંઘન સામેલ હતા. બીસીસીઆઈએ અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આગામી મહિને રમાનાર પાંચ મેચની ટી20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરી નથી. તે ટીમની પસંદગીમાં આ ખેલાડીઓની અનુશાસનહીનતા પર બીસીસીઆઈ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વિશે કોઈ જાણકારી મળશે. રિપોર્ટ્સ અનુસાર અહીં ધ્યાન આપવા જેવી વાત છે કે બીસીસીઆઈને રિપોર્ટ કરવામાં આવેલા કેટલાક ખેલાડી તો ભારતની ટી20 ટીમમાં છે કે પસંદગી માટે દાવેદાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube