દુનિયાનો એક બેટ્સમેન એવો પણ છે જેના નામે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1 બોલ પર 17 રન લેવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. 1 બોલ પર 17 રન બનાવવાનું તો દુનિયાના કોઈ પણ બેટ્સમેન સપનામાં પણ વિચારી ન શકે, કારણ કે આ એક એવું કામ છે જે લગભગ અશક્ય જેવું છે. પરંતુ ભારતના એક ધાકડ બેટ્સમેન એવા છે જેમણે આ લગભગ અશક્ય જેવું કામ કરીને દુનિયાને અચંબિત કરી હતી. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્મા અને ક્રિસ ગેઈલ જેવા વિસ્ફોટક બેટ્સમેન પણ 1 બોલ પર 17 રન બનાવવાનો કમાલ કરી શક્યા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફક્ત એક બેટ્સમેન, જેણે કર્યા છે 1 બોલમાં 17 રન
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ફક્ત એક બેટ્સમેને 1 બોલ પર 17 રન કરવાનું કારનામું કરેલું છે. આ બેટ્સમેન બીજા કોઈ નહીં પરંતુ ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સહેવાગ છે. ભારતના પૂર્વ તોફાની ઓપનર વિરેન્દ્ર સહેવાગે 13 માર્ચ 2004ના રોજ પાકિસ્તાન વિરુદ્ધ કરાચીમાં રમાયેલી વનડે મેચમાં પાકિસ્તાની બોલર રાણા નવેદ ઉલ હસનની એક ઓવરમાં 17 રન મેળવ્યા હતા. વિરેન્દ્ર સહેવાગનો આ વર્લ્ડ રેકોર્ડ આજ સુધી દુનિયાના કોઈ બેટ્સમેન તોડી શક્યા નથી. 


રોહિત-ગેઈલ જેવા ધૂરંધર પણ નથી કરી શક્યા આ કારનામું
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્મા અને ક્રિસ ગેઈલ જેવા વિસ્ફોટક બેટ્સમેન પણ 1  બોલ પર 17 રન બનાવવાનો કમાલ કરી શક્યા નથી. વિરેન્દ્ર સહેવાગની વાત કરીએ તો તેમની બેટિંગનો  અંદાઝ એકદમ અલગ હતો. વિરેન્દ્ર સહેવાગે વર્ષ 2015માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ભારતને હજુ સુધી વિરેન્દ્ર સહેવાગ જેવો બેટ્સમેન મળી શક્યો નથી. 


કેવી રીતે બન્યા 1 બોલ પર 17 રન
13 માર્ચ 2004ના રોજ પાકિસ્તાન વિરુદ્ધ કરાચીમાં રમાયેલી વનડે મેચમાં પાકિસ્તાની બોલર રાણા નવેદ ઉલ હસને વિરેન્દ્ર સહેવાગની સામે તે ઓવરમાં સતત 3 નોબોલ ફેંક્યા. તેમાં  બે બોલ પર વિરેન્દ્ર સહેવાગે ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ એક લીગલ બોલ પર કોઈ રન થઈ શક્યો નહીં. ત્યારબાદ રાણા નવેદ ઉલ હસને ફરીથી બે બોલ નો બોલ નાખ્યા જેમાંથી એક બોલ પર સહેવાગે ચોગ્ગો માર્યો અને બીજા બોલ પર કોઈ રન કર્યા નહીં. આમ રાણા નવેદ ઉલ હસનની એ ઓવરમાં વિરેન્દ્ર સહેવાગને 3 ચોગ્ગાથી 12 રન અને 5 નોબોલથી 5 વધારાના રન મળ્યા જે કુલ 17 રન થયા હતા. 


સહેવાગના રેકોર્ડ્સ
વિરેન્દ્ર સહેવાગે ભારત માટે 104 ટેસ્ટમાં 49.34ની સરેરાશથી 8586 રન બનાવ્યા જેમાં 23 સદી અને 32 અડધી સદી સામેલ રહ્યા. તેમનો બેસ્ટ સ્કોર 319 રન હતો. વીરુએ 251 વનડેમાં 8273 રન કર્યા જેમાં 15 સદી અને 38 અડધી સદી ફટકારી. આ ફોર્મેટમાં વીરુનો  બેસ્ટ સ્કોર 219 રન છે. આ ઉપરાંત 19 ટી20 મેચોમાં વીરુએ 394 રન કર્યા જેમાં 68 રન તેનો સૌથી વધુ સ્કોર રહ્યો.