સોચિ: આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસી બાદ પોર્ટુગલના મેજિકલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું પણ વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાયું. રશિયામાં ચાલી રહેલા ફિફા વર્લ્ડ કપ 2018માં શનિવારે બે દિગ્ગજ ફૂટબોલરોની લગભગ વિદાય થઈ ગઈ. આ દિવસ ફૂટબોલના ચાહકો માટે કદાચ સારો ન રહ્યો. કારણ કે લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમો આર્જેન્ટિના અને પોર્ટુગલ બંને રાઉન્ડ ઓફ 16માં પોતાની મેચો હારી ગઈ. ઉરુગ્વેના સ્ટાર ફોરવર્ડ એન્ડિસ કવાનીએ બે ગોલ કર્યાં જ્યારે હાલની યુરોપિયન ચેમ્પિયન ટીમ પોર્ટુગલ માટે એકમાત્ર ગોલ પેપેએ કર્યો. આજે જો આર્જેન્ટિના અને પોર્ટુગલની ટીમો ક્રમશ ફ્રાન્સ અને ઉરુગ્વે સામે પોતાની મેચો જીતી ગઈ હોત તો ક્વોર્ટર ફાઈનલમાં તેમનો મુકાબલો થાત. એટલે કે મેસી અને રોનાલ્ડો વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર આમને સામને હોત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કદાચ આ બંને ખેલાડીઓ છેલ્લીવાર વિશ્વકપ રમી રહ્યાં હતાં. ત્યારબાદ હવે પછીની ટુર્નામેન્ટમાં તેમનું રમવું મુશ્કેલ છે. મેસીની ઉંમર 31 વર્ષ છે અને રોનાલ્ડોની ઉંમર 33 વર્ષ છે. આવામાં આગામી વર્લ્ડ કપ વખતે તેમની ઉમર ક્રમશ 35 વર્ષ અને 37 વર્ષ હશે. હવે 2022માં વર્લ્ડ કપ રમાશે. આ બંને ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે મેચો રમી રહ્યાં હશે તેની સંભાવના ઓછી જોવા મળી રહી છે.


આર્જેન્ટિના વર્લ્ડ કપમાંથી બહાર થયું ત્યારબાદ રોનાલ્ડો માટે G.O.A.T. (Greatest of all Time) બનવાની તક હતી. પરંતુ તે તેમ કરવામાં નિષ્ફળ ગયો. પોર્ટુગલે ઉરુગ્વે સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો. ઉરુગ્વે તરફથી એડિનસન કેવાનીએ બંને ગોલ ફટકાર્યા હતાં.


ઉરુગ્વેએ પોર્ટુગલને 2-1થી હરાવ્યું


ફિશ્ટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બંને ટીમોએ મજબુત શરૂઆત કરી પરંતુ સ્ટાર ફોરવર્ડ ક્વાની અને લુઈસ સુઆરેજની જુગલબંધીના કારણે ઉરુગ્વે મેચમાં પહેલો ગોલ કરવામાં સફળ રહ્યું. મેચની સાતમી મિનિટમાં સુઆરેજે બોક્સમાં શાનદાર ક્રોસ આપ્યો જેના પર હેડરથી ગોલ ફટકારીને કવાનીએ ઉરુગ્વેને 1-0થી આગળ કરી દીધુ હતું. પોર્ટુગલે આમ છતાં હિંમત ન હારી અને 11મી મિનિટમાં પોર્ટુગલને મળેલા કોર્નર પર ડિફેન્ડર જોસે ફોંતેએ હેડર લગાવ્યું પરંતુ તે બોલને ગોલમાં ફેરવી શક્યો નહીં. ઉરુગ્વેને 22મી મિનિટમાં પોતાની લીડ વધારવાની તક મળી. ઉરુગ્વેએ બોક્સની બહાર ફ્રી કિક મળી જેના પર સુઆરેજે ગોલ કરવાનો પ્રયત્ન કર્યો. જો કે તે બોલને ગોલપોસ્ટ પર મારી બેઠો. રો


નાલ્ડોને 32મી મિનિટમાં ફ્રી કિક પર ગોલ કરવાની તક મળી હતી પરંતુ ગોલમાં ફેરવી શક્યો નહીં. પોર્ટુગલની ટીમ બીજા હાફની 10  મિનિટની અંદર જ ગોલ કરવામાં સફળ રહી હતી. પેપેએ ગોલ કર્યો હતો. જો કે ઉરુગ્વેએ પોર્ટુગલના જવાબમાં 62મી મિનિટમાં જ ગોલ કરી નાખ્યો. ક્વાનીએ ગોલ કરીને ઉરુગ્વેને 2-1થી આગળ કરી દીધુ.