મોસ્કોઃ મોસ્કોમાં આયોજીત 68મી ફીફા કોંગ્રેસ સંમેલનમાં બુધવારે અમેરિકા, મેક્સિકો અને કેનેડાએ 2026 ફીફા વર્લ્ડ કપની સંયુક્ત યજમાની હાસિલ કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકા, મેક્સિરો અને કેનેડાએ સંયુક્ત રૂપથી 2026ના વિશ્વકપની દાવેદારી રજૂ કરી હતી. દાવેદારીને ચૂંટણીમાં તેણે મોરક્કોને હરાવ્યું છે. 


ફીફાના ઈતિહાસમાં તેવું પ્રથમવાર થઈ રહ્યું છે કે, ત્રણ દેશોને વિશ્વકપ ટૂર્નામેન્ટની યજમાનીનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. કોંગ્રેસમાં 200થી વધુ રાષ્ટ્રીય ફુટબોલ સંઘોએ મતદાન કર્યું. અમેરિકા, મેક્સિકો અને કેનેડાની સંયુક્ત દાવેદારીને 134 મત મળ્યા. મોરક્કોને 65 મત મળ્યા હતા. 


અમેરિકી ફુટબોલ મહાસંઘના અધ્યક્ષ કાર્લોસ કોરડેરિયોએ કહ્યું, આ અદ્વિતીય છે અને ઉત્તરી અમેરિકામાં ફુટબોલ જગત માટે આ મોટી ક્ષણ છે. 


2026માં યોજાનારા વિશ્વકપમાં 32ની જગ્યાએ 48 ટીમ ભાગ લેશે. આ ટૂર્નામેન્ટમાં 80માંથી 60 મેચ અમેરિકામાં રમાશે, જ્યારે કેનેડા અને મેક્સિકોમાં 10-10 મેચ રમાશે. અમેરિકામાં ક્વાર્ટ ફાઇનલ મેચ પણ રમાશે.