ન્યૂયોર્કઃ આ વર્ષે યૂએસ ઓપન પર કોરોના વાયરસનું સંકટ છવાયેલું છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રાફેલ નડાલ અને સર્બિયાના નોવાક જોકોવિચ સહિત ઘણા મોટા ખેલાડી ગ્રાન્ડસ્લેમ ન રમવા પર વિચાર કરી રહ્યાં છે. તેવામાં આ ટૂર્નામેન્ટનું આયોજન દર્શકો વગર કરવામાં આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂયોર્કમાં આ વર્ષે યૂએસ ઓપન 24 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર વચ્ચે રમાવાનું છે. ફોર્બ્સના સ્પોર્ટસ રિપોર્ટ પ્રમાણે યૂનાઇટેડ સ્ટેટ્સ ટેનિસ એસોસિએશન (યૂએસટીએ) ગ્રાન્ડ સ્લેમને ખાલી સ્ટેડિયમમાં કરાવવા પર વિચાર કરી રહ્યું છે. પાછલા વર્ષે યૂએસ ઓપનને જોવા માટે આશરે 7.40 લાખ ફેન્સ પહોંચ્યા હતા. 


એટીપી અને ડબ્લ્યૂટીએની બેઠકમાં થશે નિર્ણય
ફોર્બ્સે સૂત્રોના હવાલાથી લખ્યુ કે, પુરૂષોનું એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સ (એટીપીઞ) અને વુમન્સ ટેનિસ એસોસિએશન (ડબ્લ્યૂટીએ) વચ્ચે જલદી બેઠક થશે. તેમાં યૂએસ ઓપનનો નિર્ણય કરવામાં આવશે. હાલ યૂએસટીએ લોકલ અને સ્ટેટ્સ વહીવટી તંત્રના આદેશની રાહ જોઈ રહ્યું છે. 


તો ન્યૂઝ એજન્સી રોયટર્સે પણ યૂએસટીએ પાસે ઈ-મેલ દ્વારા ટૂર્નામેન્ટને લઈને જાણકારી માગી હતી. તેના પર એસોસિએશને કોઈ જવાબ આપ્યો નથી. કોરોનાને કારણે માર્ચથી કોઈ ટેનિસ ટૂર્નામેન્ટ યોજાઇ નથી. 


હરભજન સિંહે કહ્યુ- 2008ની સિરીઝમાં ખુદને અમ્પાયર સમજી રહ્યો હતો પોન્ટિંગ


વિમ્બલ્ડન રદ્દ, ફ્રેન્ટ ઓપન પણ ટળ્યું
વર્ષનું પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન સફળતાની સાથે સમાપ્ત થયું હતું. 24 મેથી રમાનાર ફ્રેન્ચ ઓપનને 13 સપ્ટેમ્બર સુધી ટાળી દેવામાં આવ્યું હતું. તો 28 જૂનથી શરૂ થનાર વિમ્બલ્ડનને ટાળી દેવામાં આવ્યું છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ પ્રથમવાર વિમ્બલ્ડનને રદ્દ કરવામાં આવ્યું છે.


આજ જેવી સ્થિતિમાં નડાલ નહીં રમે
ડિફેન્ડિંગ ચેમ્પિયન નડાલ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ખેલાડી એશ્લે બાર્ટી ટૂર્નામેન્ટને લઈને ચિંતા વ્યક્ત કરી ચુકી છે. નડાલે કહ્યુ કે, જો અમેરિકામાં આજ જેવી સ્થિતિ યતાવત રહી તો તે ટૂર્નામેન્ટમાં રમશે નહીં. સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરરે ઈજાને કારણે આ વર્ષે ટેનિસ રમવાની જ ના પાડી દીધી છે. તો સર્બિયાનો નોવાક જોકોવિચ પણ આ સ્થિતિમાં રમવા માટે ઈચ્છુક નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર