US OPEN: ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસાકાએ અમેરિકાની ગોરી ગોફને કરી બહાર
યૂએસ ઓપનમાં પૂર્વ વિજેતા નાઓમી ઓસાકાએ અમેરિકાની સનસની ગોરી ગોફને સીધા સેટોમાં હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી હતી.
ન્યૂયોર્કઃ વિશ્વની નંબર એક ખેલાડી અને પૂર્વ વિજેતા જાપાનની નાઓમી ઓસાકાએ યૂએસ ઓપન (US Open)માં અમેરિકાની સનસની ગોરી ગોફને સીધા સેટોમાં હરાવી દીધી હતી. ત્રીજા રાઉન્ડના મુકાબલામાં ઓસાકાએ ગોફને 6-3, 6-0થી હરાવીને ચોથા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. એક અન્ય મેચમાં કેનેડાની બિયાન્કા એંડ્રૂસ્ક્યૂએ કૌરોલીન વોજનિયાકીને હરાવીને ચોથા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી.
21 વર્ષની ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા ઓસાકાની આક્રમણ રમતની સામે 15 વર્ષની ગોફ સંઘર્ષ કરતી જોવા મળી હતી. ઓસાકાએ ગોફને મેચમાં લય હાસિલ ન કરવા દીધી. મેચ બાદ ઓસાકાએ કહ્યું, 'હું માત્ર મારી સર્વશ્રેષ્ઠ રમત રમવા ઈચ્છું છું. હું આ ગતિથી આગળ વધવા ઈચ્છુ છું. મેં ક્યારેય ગ્રાન્ડસ્લેમ ડિફેન્ડ કર્યું નથી. હવે અમે અહીં છીએ અને અમે માત્ર આનંદ લઈ રહ્યાં છીએ. ઓસાકા હવે અંતિમ 16મા સ્વિટ્ઝર્લેન્ડની ન સે સામે સોમવારે ટકરાશે.'
બેલિન્ડા બેનસકિકનો ત્રીજા રાઉન્ડમાં એનેટ કોંતાવેત સામે મુકાબલો હતો પરંતુ કોંતાવેતે વાયરલને કારણે પોતાનું નામ પરત લઈ લીધું જેથી કોંતાવેતને ચોથા રાઉન્ડમાં જગ્યા મળી ગઈ હતી. ત્રીજા રાઉન્ડમાં એક અન્ય મુકાબલામાં કેનેડાની બિયાન્કા એન્ડ્રીસ્ક્યૂએ કૌરોલીન વોજનિયાકીને હરાવીને અંતિમ-16મા જગ્યા બનાવી હતી. હાલમાં ઈન્ડિયન વેલ્સ અને ટોરંટો ટાઇટલ જીતનારી બિયાન્કાએ વોજનિયાકીને સીધા સેટમાં 6-4, 6-4થી હરાવી હતી. બિયાન્કા આ વર્ષના માર્ચથી અજેય ચાલી રહી છે.
યશસ્વિનીએ ભારતને અપાવ્યો ત્રીજો ગોલ્ડ, ઓલિમ્પિક ટિકિટ હાસિલ કનારી દેશની 9મી શૂટર
તો પુરૂષોના મુલાકબામાં રાફેલ નડાલે ચોથા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે જ્યાં તેનો મુકાબલો મારિન સિલિચ સામે થશે.