યૂએસ ઓપનઃ ફેડરર અને જોકોવિચ અંતિમ-16માં, જ્વેરેવ બહાર
ફેડરરે યૂએસ ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ઓસ્ટ્રેલિયાના જોન મિલમૈનનો સામનો કરવો પડશે.
ન્યૂયોર્કઃ પાંચ વખત વિમ્બલ્ડન ચેમ્પિયન રોજર ફેડરરે ઓસ્ટ્રેલિયાના નિક કિર્ગિયોસને 6-4, 6-1, 7-5થી હરાવીને યૂએસ ઓપનના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજી વરિયતા પ્રાપ્ત સ્વિટ્ઝર્લેન્ડના આ ખેલાડીએ કિર્ગિયોસ વિરુદ્ધ નેટ પર શાનદાર ગેમ રમી અને 51 વિનર લગાવીને ચોંકાવી દીધા હતા. કિર્ગિયોસે પહેલા સેટની સાતમી ગેમમાં ચાર બ્રેક પોઇન્ટમાંથી એક પોઇન્ટ મેળવી લેત તો પરિણામ જૂદુ થઈ શકતું હતું.
ફેડરરે યૂએસ ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ઓસ્ટ્રેલિયાના જોન મિલમૈનનો સામનો કરવો પડશે. મિલમૈન કજાખસ્તાનના મિખાઇલ કુકુશિકિનને 6-4, 4-6, 6-1, 6-3થી હરાવીને પ્રથમવાર પ્રથમવાર કોઈપણ ગ્રાન્ડસ્લેમના અંતિમ-16માં પ્રવેશ મેળવ્યો છે. ફેડરર મિલમૈનને હરાવી દે તો ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો નોવાક જોકોવિચ વિરુદ્ધ થઈ શકે છે. યૂએસ ઓપનનું ટાઇટલ 2011 અને 2015માં જીતનાર જોકોવિચે રિચર્ડ ગાસ્કેટને 6-2, 6-3, 6-3થી પરાજય આપ્યો હતો. અંતિમ-16માં તેનો મુકાબલો પોર્ટુગલના જોઆઓ સોઉસા સામે થશે. સોઉસાએ ફ્રાન્સના લુકાસ કોયૂઇલ્લેને 7-6 , 4-6, 7-6 , 7-6થી પરાજય આપ્યો હતો.
ચોથી વરિયતા પ્રાપ્ત એલેક્જેન્ડર જ્વેરેવ અપસેટનો શિકાર બન્યો છે. જર્મનીના 21 વર્ષીય આ ખેલાડીને પોતાના જ દેશના ફિલિપ કોલશ્રાઇબરે 6-4, 6-4, 5-7, 6-1થી પરાજય આપ્યો હતો. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો 2014ના રનર્સ અપ કેઇ નિશિકોરી સામે થશે. જાપાનના નિશિકોરીએ આર્જેન્ટીનાના ડિએગો શ્વાર્ટજમૈનને 6-4, 6-4, 5-7, 6-1થી પરાજય આપ્યો હતો.