US OPEN : રાફેલ નાડાલ અને સેરેના વિલિયમ્સ સેમિફાઈનલમાં, ફેડરર ક્વાર્ટરમાં બહાર
રાફેલ નાડાલ 19મા ગ્રાન્ડસ્લેમ ટાઈટલથી 2 વિજય દૂર છે, જ્યારે સેરેના વિલિયમ્સે યુએસ ઓપનની પોતાની 100મી મેચ જીતીને એક નવો રેકોર્ડ સર્જ્યો છે
નવી દિલ્હીઃ વર્ષની ચોથી ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટ યુએસ ઓપન (US Open)માં ઉલટફેરનો દોર ચાલુ છે. 13મો ક્રમાંકિત ગેલ મોંફિલ્સ ક્વાર્ટર ફાઈનલમાં પરાજિત થઈને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયો છે. રાફેલ નાડલની વિજયકૂચ ચાલુ છે. તેણે ક્વાર્ટર ફાઈનલમાં વિજય મેળવીને સેમિફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે.
રાફેલ પુરુષ સિંગલ્સનો ટોપ-4નો એકમાત્ર ખેલાડી છે જે સેમિફાઈનલ સુધી પહોંચ્યો છે. આ સિવાય પ્રથમ ક્રમાંકિત નોવાક જોકોવિચ, ત્રીજો ક્રમાંકિત રોજર ફેડરર અને ચોથો ક્રમાંકિત ડોમિનિક થિએમ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયા છે. સ્પેનના રાફેલ નાડાલને બુધવારે રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં 20મા ક્રમાંકિત ડિએગો શ્વાત્ઝમેને સીધા સેટમાં 6-4, 7-5, 6-2થી હરાવ્યો હતો.
Test Cricket : રાશિદ ખાન બન્યો સૌથી નાની વયનો કેપ્ટન, 15 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો
સ્પેનના રાફેલ નાડાલે કારકિર્દીમાં 18 ગ્રાન્ડસ્લેમ જીત્યા છે. જેમાંથી 3 યુએસઓપનના ટાઈટલ છે. તેણે છેલ્લે 2017માં યુએસ ઓપન ટાઈટલ જીત્યું હતું. 33 વર્ષના નાડાલ હવે પોતાના 19મા ગ્રાન્ડસ્લેમ ટાઈટલથી માત્ર બે વિજય દૂર છે.
સેરેનાએ યુએસ ઓપનની 100મી મેચ જીતી
અમેરિકાની ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે યુએસ ઓપનમાં પોતાની 100મી મેચ જીતી છે. તેણે ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં ચીનની વાંગ કિઆંગને 44 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં સીધા સેટમાં 6-1, 6-0થી હરાવી હતી. હવે સેમિફાઈનલમાં સેરેના યુક્રેનની પાંચમી ક્રમાંકિત એલિના સ્વિતોલિના સાથે ટકરાશે. સ્વિતોલિના બ્રિટનની જોહાના કોન્ટાને ક્વાર્ટરફાઈનલમાં હરાવીને સેમિફાઈનલમાં પહોંચી છે.
સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...