આઈસીસીમાં ફરી સામેલ થયું અમેરિકા, બન્યો 105મો સભ્ય દેશ
અમેરિકા વિશ્વની તે 24 ટીમોમાં સામેલ છે, જેણે આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમી છે.
દુબઈઃ અમેરિકા ફરી એકવાર ઈન્ટરનેશનલ ક્રિકેટ કમિટી (આઈસીસી)નું સભ્ય બની ગયું છે. તે ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાનું 105મું સભ્ય બનશે. આઈસીસીએ થોડા વર્ષ પહેલા અમેરિકી ક્રિકેટ સંઘ (USA Cricket)ને હટાવ્યા બાદ ફરી એકવાર પોતાની સભ્યની યાદીમાં સામેલ કરી લીધું છે. આઈસીસીએ મંગળવારે રાત્રે એક નિવેદન જાહેર કરીને આ માહિતી આપી હતી.
આઈસીસીના નિવેદન અનુસાર, અમેરિકાએ 93માં એસોસિએટ સભ્ય બનવાની અપીલ કરી હતી. તેને આઈસીસીના બંધારણ પ્રમાણે મંજૂર કરી લેવામાં આવી છે. આઈસીસીની સદસ્ય સમિતિની ગત બેઠકમાં અમેરિકાને સભ્ય બનાવવાની ભલામણ કરવામાં આવી હતી, જેને તત્કાલ પ્રભાવથી માની લેવામાં આવી છે. આઈસીસીના 12 પૂર્ણ સભ્ય પહેલાથી છે. આ રીતે અમેરિકા આઈસીસીનું 105મું સભ્ય બની ગયું છે.
આઈસીસીના સભ્ય થવાને નાતે અમેરિકા આઈસીસી પાસેથી મળનારી સુવિધાનું હકદાર બની જશે. તે આઈસીસીના વિકાસ ફંડ નીતિ અંતર્ગત કોષ પ્રાપ્ત કરવા માટે યોગ્ય હશે અને તે અમેરિકામાં ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આપવાની મંજૂરી આપી શકે છે. આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) ડેવિડ રિચડર્સને કહ્યું, આ આકરી મહેનતનું પરિણામ છે અને હું આ તકે અમેરિકી ક્રિકેટને શુભેચ્છા આપું છે અને ભવિષ્ય માટે શુભકામના આપુ છું.
કોફી વિથ કરણમાં વિવાદ, BCCIએ હાર્દિક પંડ્યા અને રાહુલને મોકલી કારણદર્શક નોટિસ
અમેરિકા ક્રિકેટ બોર્ડના ચેરમેન પરાગ મરાઠેએ કહ્યું, અમેરિકા ક્રિકેટની ચરના દેશમાં ક્રિકેટ સમુદાયને એક સાથે લાવવો, રમતનો વિકાસ કરવાનું હતું. આજે આઈસીસી દ્વારા અમને સભ્યોની યાદીમાં સામેલ કરવું અમારી સફર તરપથી ઉઠાવવામાં આવેલું મોટુ પગલું છે. હું આઈસીસી અને તેના 104 સભ્યોનો આભાર માનું છું. જેણે વિશ્વાસ કર્યો કે અમેરિકા આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રિકેટ રમવા સક્ષમ છે.
કુલદીપ વિશ્વકપ માટે અમારી પ્રથમ પસંદગીનો સ્પિનર હશેઃ રવિ શાસ્ત્રી
2004મા ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમ્યું હતું અમેરિકા
અમેરિકા વિશ્વના તે 24 દેશોમાં સામેલ છે, જેણે ક્યારેક કોઈપણ આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમી છે. તેણે અત્યાર સુધી બે વનડે મેચ રમી છે. તેણે આ મેચ 2004મા ઈંગ્લેન્ડમાં યોજાયેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી હતી. આ મુકાહલામાં ઓસ્ટ્રેલિયાએ તેને 9 વિકેટે અને ન્યૂઝીલેન્ડે 210 રને હરાવ્યું હતું.