રેકોર્ડ 4.20 કરોડમાં વેચાયા દિગ્ગજ માઇકલ જોર્ડનના શૂઝ
અમેરિકાના દિગ્ગજ બાસ્કેટબોલ ખેલાડી માઇકલ જોર્જના શૂઝે મૂન શૂનો રેકોર્ડ તોડ્યો જે નાઇકીના શરૂઆતી શૂઝમાંથી એક છે.
ન્યૂયોર્કઃ મહાન બાસ્કેટબોલ ખેલાડી માઇકલ જોર્ડનના નેશનલ બાસ્કેટબોલ લીગ (એનબીએ) મેચ દરમિયાન પહેરવામાં આવેલા 'એર જોર્ડન'ના શૂઝ હરાજીમાં પાંચ લાખ 60 હજાર ડોલર (આશરે 4.2 કરોડ રૂપિયા)માં વેચાયા જે બાસ્કેટબોલ શૂઝ માટે રેકોર્ડ રકમ છે. સફેદ, કાળા અને લાલ કલરના આ શૂઝ માઇકલ જોર્ડન માટે વર્ષ 1985માં બનાવવામાં આવ્યા હતા.
જોર્ડને તેના પર ઓટોગ્રાફ પણ આપ્યા છે. સોથબી હરાજી સેન્ટમાં થયેલી હરાવીમાં આ શૂઝને વેચવામાં આવ્યા હતા. દિગ્ગજ જોર્ડને આ શૂઝમાં મૂન શૂના રેકોર્ડને તોડ્યો જે નાઇકીના શરૂઆતી શૂઝમાંથી એક છે.
સોથબીની જુલાઈ 2019ની હરાજીમાં 'મૂન શૂ' ચાર લાખ 37 હજાર ડોલરમાં વેચાયા હતા. સોથબીએ આ શૂઝને એક લાખથી દોઢ લાખ ડોલરમાં વેચાવાનું અનુમાન લગાવ્યું હતું પરંતી હરાજી દરમિયાન શૂઝ માટે તેનાથી વધુ બોલી લાગી હતી.
વિરાટ કોહલીએ કહ્યુ, હું ફિલ્મમાં કામ કરવા તૈયાર, પણ રાખી આ શરત
એર જોર્ડન-વન શૂઝનું પ્રથમ મોડલ હતું જેને નાઇકીએ વિશેષરૂપથી માઇકલ જોર્ડન માટે તૈયાર કર્યાં હતા. માઇકલ જોર્ડને આ શૂઝ એનબીએમાં પોતાની પ્રથમ સિઝન દરમિયાન પહેર્યા હતા.
વિશ્વના દિગ્ગજ બાસ્કેટબોલ ખેલાડીઓમાં માઇકલ જોર્ડનનું નામ ગણવામાં આવે છે. તેમણે એનબીએમાં 15 સિઝન રમી અને શિકાગો બુલ્સની સાથે 6 ચેમ્પિયનશિપ જીતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube