વોશિંગટનઃ અમેરિકી સરકારે પોતાના નાગરિકોને રૂસમાં જારી ફીફા વિશ્વ કપ દરમિયાન સંભવિત આતંકી હુમલાની ચેતવણી આપી છે. અમેરિકાએ વિશ્વકપ દરમિયાન હુમલાની સંભાવના વ્યક્ત કરતા પોતાના લોકોને રૂસ જવા પર બીજીવાર વિચાર કરવાનું કહ્યું છે. સમાચાર એજન્સી ઇએફઈના ન્યૂઝ અનુસાર, વિદેશ વિભાગે શુક્રવારે એક પરામર્શમાં કહ્યું કે, મોટા સ્તરના આયોજન જેમ કે વિશ્વકપ પર આતંકીઓની નજર હોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરામર્શમાં કહેવામાં આવ્યું કે, વિશ્વકપની સુરક્ષા કડક હશે, પરંતુ આતંકવાદી સ્ટેડિયમ, દર્શકોની જગ્યા, પર્યટન સ્થળ, જાહેર સ્થળ તથા અન્ય સ્થાનોને નિશાન બનાવી શકે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આતંકીઓ કોઇપણ ચેતવણી વગર સ્થળોને નિશાન બનાવી શકે છે. 


તમામ કારણોને જોતા અમેરિકાએ રૂસને આ સમયે એટર્ટના સ્તર ત્રણ પર રાખ્યું છે. તે સિવાય પાકિસ્તાન, ક્યૂબા, તુર્કી, હોડ્દુરાસમાં પણ આતંકી હુમલો થવાની સંભાવના છે. આતંકી હુમલા સિવાય અમેરિકી સરકારે કહ્યું કે, તેના નાગરિકો રૂસમાં શોષણ, દુર્વ્યવહારના શિકાર બની શકે છે.