મુંબઈઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે વનડેમાં બે નવા બોલનો ઉપયોગ કરવાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના નિયમને  વિનાશકારી સાધન ગણાવ્યું છે. સચિનનું આ નિવેદન હાલમાં જ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડેમાં બનેલા સર્વોચ્ચ સ્કોર બાદ આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડે મંગળવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 મેચોની વનડે શ્રેણીમાં ત્રીજી મેચમાં 6 વિકેટ ગુમાવીને 481 રનનો વનડે ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. આગામી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે 310 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જેને યજમાન ટીમે 44.4 ઓવરમાં જ હાસિલ કરી લીધો હતો. 


સચિને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું, વનડેમાં બે નવા બોલનો ઉપયોહ વિનાશના સાધનની જેમ છે. બોલને એટલો સમય જ નથી મળતો કે રિવર્સ સ્વિંગ મળી શકે. આપણે ડેથ ઓવરોમાં ઘણા સમયથી રિવર્સ સ્વિંગ જોઈ નથી. 



આઈસીસીએ ઓક્ટોબર 2011માં વનડેમાં બે નવા બોલનો પ્રયોગ શરૂ કર્યો હતો. આ મામલામાં પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વકાર યુનૂસે સચિનનું સમર્થન કર્યું છે. તેમણે લખ્યું, આજ કારણ છે કે હવે આક્રમક ફાસ્ટ બોલર નિકળતા નથી. બધા રક્ષાત્મક રમે છે. સચિનની વાતો સાથે પૂર્ણ રૂપથી સહમત છું. રિવર્સ સ્વિંગ લુપ્ત થઈ ગઈ છે.