કેપટાઉન: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પુત્રી વામિકાની ઝલક ફેન્સને પહેલીવાર જોવા મળી. કેપટાઉનમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં વિરાટ કોહલીની પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા વામિકાની સાથે ટીમ ઈન્ડિયાને ચીયર કરતી જોવા મળી. વિરાટે જ્યારે પોતાની અર્ધસદી ફટકારી ત્યારે વામિકા અનુષ્કાના ખોળામાં તાળીઓ વગાડતી જોવા મળી.


1 વર્ષની થઈ વામિકા કોહલી:
વામિકા હાલમાં જ એક વર્ષની થઈ છે. 11 જાન્યુઆરીએ તેનો પહેલો જન્મદિવસ હતો. વિરાટ કોહલીના ફેન્સ પહેલીવાર વામિકાની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા. અને તેમણે ટ્વિટર પર પોતાની ખુશી પણ વ્યક્ત કરી. વામિકાને જોયા પછી ફેન્સે કહ્યું કે તે એકદમ તેના પિતા પર ગઈ છે. કેટલાંકે તો તેને વિરાટ કોહલીની ઝેરોક્સ કોપી કહી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube