મેલબોર્નઃ 8મું ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીતીને મહાન ટેનિસ ખેલાડીઓની જમાતમાં સામેલ થનાર નોવાક જોકોવિચે આ શાનદાર ફોર્મનો શ્રેય શાકાહાર, યોગ અને ધ્યાનને આપ્યો છે. યુદ્ધ સહન કર્યા બાગ બેલગ્રાદમાં જન્મેલા સર્બિયાના આ ટેનિસ સ્થારે સૂકા સ્વિમિંગ પૂલમાં પ્રેક્ટિસ કરીને ટેનિસનો કક્કો શીખ્યો હતો. હવે રેકોર્ડ 14 કરોડ ડોલરની ઇનામી રકમની સાથે મોન્ટે કાર્લોમાં મહેલ જેવા ઘરમાં રહે છે. પોતાના કરિયરમાં ઘણા ચઢાવ-ઉતારનો સામનો કરી ચુકેલ જોકોવિચ હવે પહેલાથી વધુ પરિપક્વ અને સક્ષમ જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાછલા વર્ષે આશરે પાંચ કલાક ચાલેલી વિમ્બલ્ડન ફાઇનલ અને 2012માં પાંચ કલાક 53 મિનિટ સુધી ચાલેલ ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલ તેણે જીતી હતી. અત્યાર સુધી 17 ગ્રાન્ડસ્લેમ જીતી ચુકેલા 32 વર્ષના જોકોવિચની નજર રોજર ફેડરર અને રાફેલ નડાલના રેકોર્ડ તોડવા પર છે. જોકોવિચની દિનચર્યા અનોખી અને અનુકરણીય છે. તે સૂર્યોદયથી પહેલા પોતાના પરિવારની સાથે ઉઠી જાય છે, સૂર્યોદય જુએ છે અને ત્યારબાદ પરિવારને ગળે મળે છે, સાથે ગાય છે અને યોગ કરે છે. બે બાળકોનો પિતા જોકોવિચ સંપૂર્ણ પણે શાકાહારી છે. 


ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, ઈજાને કારણે રોહિત શર્મા વનડે અને ટેસ્ટ સિરીઝમાંથી બહાર 

પ્રથમવાર 2008માં ઓસ્ટ્રેલિયન ઓપન જીતનાર જોકોવિચે 2011થી 2016 વચ્ચે 24માંથી 11 ગ્રાન્ડસ્લેમ જીત્યા અને સાતના ફાઇનલમાં પહોંચ્યો હતો. ત્યારબાદ ખરાબ સમય અને કોણીની ઈજાથી સંઘર્ષ કરતો રહ્યો પરંતુ 2017માં વિમ્બલ્ડનમાં ફોર્મમાં પરત ફર્યો હતો. આ વચ્ચે તેણે આધ્યાત્મનું શરણ લીધું અને લાંબા ધ્યાન સત્રોમાં ભાગ લીધો હતો. તેણે તેને વધુ સહનશીલ અને સંતુષ્ટ બનાવ્યો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર