નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના અલગઅલગ કોચ માટે પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. આમાં મુખ્ય કોચ સિવાય બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચની પણ પસંદગી થવાની છે. આ સંજોગોમાં સમાચાર મળ્યા છે કે ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચના પદ માટે પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે  (Venkatesh Prasad) પણ અરજી આપી છે. હાલમાં ભરત અરૂણ (Bharat Arun) ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ છે. આ પહેલાં પણ ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ રહી ચુકેલા વેંકટેશ પ્રસાદની ભરત અરૂણ સાથે તગડી સ્પર્ધા થવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેંકટેશ પ્રસાદે 2017માં મુખ્ય કોચના પદ માટે અરજી કરી હતી પણ એ સમયે રવિ શાસ્ત્રીએ બાજી મારી લીધી હતી. પ્રસાદ હાલમાં ભારતીય જુનિયર ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર છે. વેંકટેશ પ્રસાદ આ પહેલાં પણ ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ રહી ચૂક્યા છે. 2007માં એમએસ ધોની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ જ્યારે આઇસીસી વિશ્વકપમાં જીત મેળવી હતી ત્યારે વેંકટેશ પ્રસાદ જ ટીમ ઇન્ડિયાનો બોલિંગ કોચ હતો. આ સિવાય વેંકટેશ પ્રસાદ પાસે આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર બેંગ્લુરુ અને કિંગ્સ ઇલેવન પંજાબના બોલિંગ કોચ તરીકેનો અનુભવ છે. 


કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની ક્રિકેટ સલાકાર સમિતી તમામ કોચની પસંદગી કરવાની છે. આ સમિતી હાલમાં જ બનાવવામાં આવી છે. ટીમ ઇન્ડિયાના કોચિંગ સ્ટાફ સિવાય સપોર્ટ સ્ટાફની પણ પસંદગી થવાની છે. હાલમાં સપોર્ટ સ્ટાફને 45 દિવસનું એક્સટેન્શન મળેલું છે.  


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...