વેંકટેશ પ્રસાદે ટીમ ઈન્ડિયાનો પર્દાફાશ કર્યો, દુનિયાને જણાવ્યું કડવું સત્ય
પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદનું માનવું છે કે છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા વનડે અને ટી20 ફોર્મેટમાં ખુબ સાધારણ થઈ ગઈ છે. પ્રસાદે વિન્ડિઝ સામે બીજી વનડેમાં મળેલી હાર બાદ ટ્વીટ કરી પોતાની નિરાશા જાહેર કરી છે.
નવી દિલ્હીઃ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ બીજી વનડેમાં મળેલી હાર બાદ પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે ટીમ ઈન્ડિયા પર નિશાન સાધ્યું છે. પ્રસાદે ટ્વીટ કરી કહ્યું કે ભારતીય ટીમનું લિમિટેડ ઓવરોમાં પ્રદર્શન ખુબ સાધારણ થઈ ગયું છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી વનડેમાં ટીમ ઈન્ડિયા માત્ર 181 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને વેસ્ટ ઈન્ડિઝે છ વિકેટે જીત મેળવી સિરીઝમાં 1-1ની બરોબરી કરી લીધી છે.
ટીમ ઈન્ડિયાને મળેલી હાર પર વેંકટેશ પ્રસાદે ટ્વીટ કરી લખ્યું- ટેસ્ટ ક્રિકેટને જો છોડી દેવામાં આવે તો ટીમ ઈન્ડિયા બાકીના બે ફોર્મેટમાં ખુબ સાધારણ જોવા મળી છે. પાછલી વનડે સિરીઝ જેમાં બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની હાલત ખરાબ રહી છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube