સેન્ચુરિયનઃ આજથી શરૂ થઈ રહેલા બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા ટીમને મોટો ઝટકો લાગ્યો છે. બંન્ને ટીમોના મુખ્ય ફાસ્ટ બોલર મોહમ્મદ અબ્બાસ અને વર્નન ફિલાન્ડર પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલાન્ડરને ડાબા હાથના અંગૂઠામાં ફ્રેક્ચર હોવાને કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે, તેની જગ્યાએ ડેન પૈટરસનને દક્ષિણ આફ્રિકા ટીમમાં તક મળી છે. પરંતુ પૈટરસને પોતાના પર્દાપણ માટે રાહ જોવી પડી શકે, કારણ કે પ્રથમ ટેસ્ટમાં ડેલ સ્ટેન, કગિસો રબાડા અને ડુઆને ઓલિવિયરને તક મળવી લગભગ જોવા મળી રહ્યું છે. 


ડેન પૈટરસને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 94 મુકાબલામાં 325 વિકેટ ઝડપી છે અને તે દક્ષિણ આફ્રિકા માટે વનડે અને ટી20 ક્રિકેટમાં રમી ચુક્યો છે. 


બીજીતરફ અબ્બાસને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝના ત્રીજા ટેસ્ટ પહેલા ઈજા થઈ હતી હજુ તે સ્વસ્થ થયો નથી. પાકિસ્તાન ટીમના કેપ્ટન સરફરાઝ અહમદે મેચ પહેલા તેના પર અપડેટ આપ્યું અને કહ્યું, મોહમ્મદ અબ્બાસ પહેલા ટેસ્ટ માટે ફિટ નથી, અમે આશા કરીએ કે તે બીજી ટેસ્ટ પહેલા ફિટ થઈ જશે. આ સિવાય શાદાબ  ખાન પણ બીજી ટેસ્ટમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. 


પરંતુ પાકિસ્તાન ટીમ તે વાતથી ખુશ હશે કે ફખર જમાન ફિટ થઈ ગયો છે. પાકિસ્તાન આ સિરીઝ રમવા માટે ન્યૂઝીલેન્ડ સામે હારીને આવી રહી છે અને તેથી તેના પર દબાવ રહેશે. ટીમને પોતાના અનુભવી બોલર અબ્બાસની ખોટ પડશે. 


3 મેચોની સિરીઝનો પ્રથમ મેચ આજથી સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાશે. તો બીજો મુકાબલો કેપટાઉન અને અંતિમ મેચ જોહનિસબર્ગમાં રમાશે.