ટેસ્ટ ક્રિકેટમાં વર્લ્ડ ક્લાસ બોલરોની કમીઃ તેંડુલકર
ટેસ્ટ ક્રિકેટમાં પ્રતિસ્પર્ધા ત્રણ દેશો (ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ) સુધી સીમિત છે તો આ વિશે પૂછવા પર તે પણ તેનાથી સહમત હતા. તેંડુલકરે કહ્યું, `ટેસ્ટ ક્રિકેટનું સ્તર નીચે આવ્યું છે, જે ટેસ્ટ ક્રિકેટ માટે સારી વાત નથી.
ઈન્દોરઃ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર (sachin tendulkar) રમતના પરંપરાગત ફોર્મેટને લઈને ચિંતિત છે. સચિનને લાગે છે કે ટેસ્ટ ક્રિકેટને (test cricket) લઈને જે રોમાંચ પહેલા બનતો હતો, હવે તે સમાપ્ત થઈ ગયો છે. 70 અને 80ના દાયકામાં સુનીલ ગાવસ્કર વિરુદ્ધ એન્ડી રોબર્ટ્સ (Sunil Gavaskar vs Andy Roberts) ડેનિસ લિલી (denis leeli) કે ઇમરાન ખાન (imran khan) વચ્ચે બોલ અને બેટની ટક્કર જોવાનો ઇંતજાર રહેતો હતો.
આ રીતે તેંડુલકર વિરુદ્ધ ગ્લેન મેક્ગ્રા કે વસીમ અકમર વચ્ચે મુકાબલો પણ આકર્ષણનું કેન્દ્ર રહેતો હતો. પરંતુ હવે આમ નથી, આવું તેંડુલકરને લાગે છે કે, જેમણે પોતાના 24 વર્ષના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 ટેસ્ટ મેચ રમી છે.
આ ભારતીય ક્રિકેટરે પોતાના પર્દાપણ (15 નવેમ્બર 1989) બાદથી પાછલા 30 વર્ષમાં ક્રિકેટમાં થઈ રહેલા ફેરફારની સમીક્ષા કરતા કહ્યું, 'લોકો જે સ્પર્ધા જોવા ઈચ્છતા હતા, હવે તે રહી નથી કારણ કે આ સમયે વિશ્વ સ્તરીય ફાસ્ટ બોલરની કમી છે. મને લાગે છે કે આ પ્રકારની કમી ખુંચે છે. તેમાં કોઈ શંકા નથી કે ફાસ્ટ બોલરના સ્તરને સારૂ કરી શકાય છે.'
IPL 2020: રાજસ્થાન રોયલ્સ છોડીને કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમશે કૃષ્ણપ્પા ગૌતમ
ટેસ્ટ ક્રિકેટમાં પ્રતિસ્પર્ધા ત્રણ દેશો (ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ) સુધી સીમિત છે તો આ વિશે પૂછવા પર તે પણ તેનાથી સહમત હતા. તેંડુલકરે કહ્યું, 'ટેસ્ટ ક્રિકેટનું સ્તર નીચે આવ્યું છે, જે ટેસ્ટ ક્રિકેટ માટે સારી વાત નથી. ક્રિકેટનું સ્તર ઉપર થવાની જરૂર છે અને તેના માટે હું ફરી કહીશ કે સૌથી મહત્વની છે રમાનારી પિચો.'
તેમણે કહ્યું, 'મને લાગે છે કે જે પિચો ઉપલબ્ધ કરાવવામાં આવે છે, તેનું પણ આની સાથે લેવાદેવા છે. જો આપણે સારી પિચો ઉપલબ્ધ કરાવીશું જ્યાં ફાસ્ટ બોલર અને સ્પિનરોને પણ મદદ મળશે તો બોલ અને બેટમાં સંતુલન જળવાશે.'
આકાશ ચોપડાએ દીપક ચાહર પર 2010મા કરી હતી ભવિષ્યવાણી, ટ્વીટ થયું વાયરલ
તેંડુલકરે કહ્યું, 'જો સંતુલનની કમી છે તો મુકાબલો નબળો થઈ જશે અને તે આકર્ષણ રહેશે નહીં. ટેસ્ટ ક્રિકેટમાં સારી વિકેટ હોવી જોઈએ.'
જુઓ LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube