ભારતના પૂર્વ ઓલરાઉન્ડર સંજય બાંગર મેદાન અને બહાર પોતાની મજબૂત ઈચ્છાશક્તિ માટે જાણીતા હતા. રેલવેના ઓલરાઉન્ડર અને ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટિંગ કોચે ક્યારેય પીછેહટ કરવાનો નિર્ણય લીધો નથી. એવું લાગે છે કે આ ભાવના તેમના બાળક ઉપર પણ હાવી થઈ ગઈ છે. તેમના પુત્ર આર્યન બાંગરે સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવીને અનાયા બાંગર બનવાનું સાહસિક પગલું ભર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનાયાએ શેર કર્યો વીડિયો
અનાયા એ દુર્લભ ટ્રાન્સવુમનમાંથી એક છે જે ક્રિકેટ રમવા માંગે છે. આર્યન કે અનાયાએ રવિવારે રાતે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર 10 મહિનાની હોર્મોનલ પરિવર્તન પ્રક્રિયાના સંઘર્ષો પર એક વીડિયો શેર કર્યો. ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં અનાયાએ છેલ્લા 11 મહિનામાં એચઆરટી (હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી)ના પ્રભાવો શેર કર્યા છે. સર્જરીના લગભગ 11 મહિના બાદ ક્રિકેટરે પોતાના અનાયાના રૂપને ઓળખ્યું. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Anaya Bangar (@anayabangar)


પિતાની જેમ ઈન્ટરનેશનલ ક્રિકેટર બનવાની ઈચ્છા
પિતાની જેમ અનાયા પણ ડાબા હાથની બેટર છે અને ક્લબ ક્રિકેટમાં ઈસ્લામ જિમખાના માટે રમતી હતી. તેણે લીસેસ્ટરશાયરમાં હિંકલે ક્રિકેટ ક્લબનું પણ પ્રતિનિધિત્વ કર્યું અને ઢગલો રન કર્યા. ભલે તેણે ક્રિકેટ છોડી દીધુ હોય પરંતુ અનાયા પોતાના અસલ સ્વરૂપને મેળવીને ખુશ છે. તેણે કહ્યું કે, નાની ઉંમરથી જ ક્રિકેટ હંમેશા મારા જીવનનો હિસ્સો રહ્યો છે, મોટા થતા મે મારા પિતાને દેશનું પ્રતિનિધિત્વ કરતા અને કોચિંગ કરતા જોયા. થોડા સમયમાં જ મે તેમના પગલે ચાલવાનું સપનું જોવાનું શરૂ કરી દીધુ. ખેલ પ્રત્યે તેમનું જૂનુન, અનુશાસન અને સમર્પણ મારા માટે ખુબ પ્રેરણાદાયક હતું. ક્રિકેટ મારો પ્રેમ, મારી મહત્વકાંક્ષા અને મારું ભવિષ્ય બની ગયા. મે મારું આખુ જીવન પોતાને નિખારવામાં લગાવી દીધુ. એ આશામાં કે એક દિવસ મને પણ તેમની જેમ આપણા દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. 


દર્દનાક સચ્ચાઈનો સામનો કરી રહી છે
અનાયાએ HRT અને ત્યારબાદના પ્રભાવો વિશે વાત કરતા કહ્યું કે, મે ક્યારેય વિચાર્યું નહતું કે મારે એ ખેલને છોડવો પડશે જે મારું જૂનુન અને મારો પ્રેમ રહ્યો. પરંતુ હવે હું એક દર્દનાક સચ્ચાઈનો સામનો કરી રહી છું. હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (HRT) પર એક ટ્રાન્સ મહિલા તરીકે મારા શરીરમાં ખુબ ફેરફાર થયા છે, હું મારી માંસપેશીઓ, તાકાત અને એથલેટિક ક્ષમતાઓ ગુમાવી રહી છું. જેના પર હું એક સમયે નિર્ભર હતી. જે ખેલને હું આટલા લાંબા સમયથી પ્રેમ કરતી હતી, તે હવે મારાથી દૂર થઈ રહ્યો છે. 


સિસ્ટમ મને બહાર કરી રહી છે- અનાયા
અનાયાએ કહ્યું કે, તેનાથી વધુ દુખ એ વાતનું છે કે ક્રિકેટમાં ટ્રાન્સ મહિલાઓ માટે કોઈ યોગ્ય નિયમ નથી. એવું લાગે છે કે સિસ્ટમ મને બહાર કરી રહી છે. મારા જોશ કે પ્રતિભામાં કમી છે એટલે નહીં પરંતુ એટલા માટે કારણ કે નિયમ મારી વાસ્તવિકતાને સમજી શક્યા નથી. મારું ટેસ્ટોસ્ટેરોન લેવલ 0.5 nmol સુધી જતું રહ્યું જે એક સરેરાશ સિજેન્ડર મહિલા માટે સૌથી ઓછું હોઈ શકે છે. મારી પાસે હજુ પણ મારા દેશનું પ્રતિનિધિત્વ કરવા કે પોતાના અસલ રૂપમાં વ્યવસાયિક સ્તરે રમવા માટે કોઈ જગ્યા નથી. 


માન્ચેસ્ટરમાં છે અનાયા
અનાયા હાલ માન્ચેસ્ટરમાં રહે છે અને ત્યાંના એક કાઉન્ટી ક્લબ માટે રમતી આવી છે. જો કે હજુ સુધી એ ખબર નથી પડી શકી કે તે કઈ ક્લબ માટે રમે છે પરંતુ તેના ઈન્સ્ટાગ્રામ રીલમાં એક ક્લિપથી ખબર પડે છે કે તેણે એક મેચમાં 145 રન કર્યા હતા. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)એ 2025 ટ્રાન્સજેન્ડર મહિલાઓને મહિલા ઘરેલુ ક્રિકેટના ટોચના સ્તર પર રમવાથી પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો છે. 


સંજય બાંગરની કરિયર
સંજય બાંગરે 2014થી 2018 સીઝન સુધી ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ તરીકે કામ કર્યું. આ દરમિયાન  તેમના અગાઉ કોચ અનિલ કુંબલે હતા. તેમમે રવિ શાસ્ત્રીના કોચિંગમાં પણ આ ભૂમિકા ભજવી હતી. તેમણે ટીમ ઈન્ડિયા માટે 12 ટેસ્ટ અને 15 વનડે મેચ રમી. બાંગરે આઈપીએલ 2022 સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)ના મુખ્ય કોચ તરીકે કામ કર્યું.