વર્લ્ડ કપ 2019: દિગ્ગજ ઈજાગ્રસ્ત, હાર સાથે શરૂઆત, ભારત સામે મેચ પહેલા દબાવમાં આફ્રિકા
પોતાના બંન્ન શરૂઆતી મેચ ગુમાવી ચુકેલા આફ્રિકાની ટીમ 5 જૂને ભારત વિરુદ્ધ ઉતરશે.
સાઉથમ્પ્ટનઃ વિશ્વકપમાં પોતાના બંન્ને શરૂઆતી મેચ ગુમાવી ચુકેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 5 જૂને ભારત વિરુદ્ધ ઉતરશે. આ મહત્વના મેચ પહેલા તે પોતાની તૈયારીને ચકાસવા માટે પૂરો પ્રયત્ન કરી રહી છે. ઈજાથી પરેશાન આફ્રિકાના દિગ્ગજ ખેલાડી હાશિમ અમલા અને ડેલ સ્ટેન ધગધગતા તડકામાં નેટ પર ઉતર્યા હતા.
વિશ્વ કપમાં દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાના બંન્ને મેચ ગુમાવી ચુકી છે. ઈજાને કારણે સ્ટેન આ બંન્ને મેચોમાં બહાર હતો, તો અમલા બાંગ્લાદેશ સામેની મેચમાં બહાર રહ્યો હતો.
બાંગ્લાદેશ સામે થયેલા પરાજયના 24 કલાક કરતા ઓછા સમયમાં 35 વર્ષીય સ્ટેન અને 36 વર્ષીય અમલા ટીમના સ્પોર્ટ સ્ટાફની સાથે સાઉથમ્પ્ટનની આકરી ગરમીમાં મેદાન પર 75 મિનિટ પસાર કરી હતી.
World Cup: મેચ પહેલા ટીમ ઈન્ડિયા વિવાદોમાં, મીડિયાએ પત્રકાર પરિષદનો કર્યો બહિષ્કાર
સ્ટેન નહીં રમે તો ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને તક મળી શકે છે. તો સીનિયર બેટ્સમેન અમલા હવે ફિટ લાગી રહ્યો છે, જેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં જોફ્રા આર્ચરનો બોલ હેલમેટ પર વાગ્યો હતો.