નાગપુરઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન વિદર્ભ અને સૌરાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફીનો ફાઇનલ જંગ રમાઈ રહ્યો છે. મેચના બીજા દિવસની રમતના અંતે ત્રીજીવાર ફાઇનલમાં પહોંચેલી સૌરાષ્ટ્રની ટીમે 5 વિકેટના નુકસાન પર 158 રન બનાવી લીધા છે. તે હજુપણ 154 રન પાછળ છે. સ્નેલ પટેલ 87 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ પહેલા ટાઇટલ બચાવવા માટે રમી રહેલી વિદર્ભની ટીમે પ્રથમ ઈનિંગમાં 312 રન બનાવ્યા હતા. મેચમાં વિદર્ભે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદર્ભની પ્રથમ ઈનિંગ
વિદર્ભની પ્રથમ ઈનિંગ ખરાબ રહી, તેણે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. વિદર્ભને પ્રથમ ઝટકો 21ના સ્કોર પર સંજય રામાસ્વામી (2)ના રૂપમાં લાગ્યો હતો. ત્યારબાદ કેપ્ટન ફૈઝ ફજલ (16) પણ આઉટ થઈ ગયો હતો. ટીમને સૌથી મોટો ઝટકો અનુભવી બેટ્સમેન વસીમ જાફર (23) આઉટ થવા પર લાગ્યો હતો. આ સિવાય મોહિત કાલેએ (35) અને ગણેશ સતીષે (32) રન બનાવ્યા હતા. વિદર્ભ માટે અક્ષય કર્નેવારે 73 અને વિકેટકીપર અક્ષય વાડકરે 45 રનનું યોગદાન આપ્યું હતું. મેચના બીજા દિવસે વિદર્ભે પ્રથમ ઈનિંગમાં 312 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. સૌરાષ્ટ્ર તરફથી કેપ્ટન જયદેવ ઉનડકટે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય ચેતન સાકરિયા અને કમલેશ મકવાણાએ 2-2 સફળતા મેળવી હતી. 



આ બેટ્સમેને 1 મેચમાં ફટકારી 2 બેવડી સદી, 200 વર્ષના ઈતિહાસમાં બીજી ઘટના 

 બે વખત ઉપવિજેતા રહી છે સૌરાષ્ટ્રની ટીમ
રણજી ટ્રોફીમાં 1950-51 સીઝનથી પર્દાપણ કરનાર સૌરાષ્ટ્રની ટીમ અત્યાર સુધી ત્રમ વાર ફાઇનલમાં પહોંચી છે. બે વાર 2012-13 અને 2015-16માં તે રનર્સઅપ રહી હતી. હવે તેની પાસે પ્રથમવાર ચેમ્પિયન બનવાની તક છે. સૌરાષ્ટ્રે રણજી ટ્રોફીના સેમીફાઇનલમાં કર્ણાટકને પાંચ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તો વિદર્ભે પોતાના સેમીફાઇનલ મેચમાં કેરલને ઈનિંગ અને 11 રનથી પરાજય આપ્યો હતો. 


વાંચો સ્પોર્ટસના અન્ય સમાચારો