સિડની: ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રોલિયાની સામે ત્રણ મેચોની ટી-20 સીરીઝમાં શાનદાર વાપસી કરતા છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હાર આપી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર નોટઆઉટ 61 રનોની ઇનિંગ રમી ટીમને જીત આપાવી હતી. ઓસ્ટ્રેલિયાઇ વિકેટકીપર બેસ્ટમેન એલેક્સ કૈરીએ રવિવારે કહ્યું કે વિરાટ કોહલીએ નોટઆઉટ અર્ધશતક બનાવી તેમની ટીમને ટી-20 મેચમાં દબાણમાં લાવી દીધી હતી. અને તેમની ટીમ આગામી સમયમાં  ટેસ્ટ સીરીઝમાં ભારતીય રનની મશીનને રોકવા માટે સારૂ પ્રદર્શન કરવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીએ ચાર ચૌકા અને બે છક્કાની મદદથી માત્ર 41 બોલમાં જ નોટઆઉટ રહીને 61 રન બનાવી લીધા હતા જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ત્રણ મેચોની સીરીઝમાં 1-1થી બરાબરી કરી હતી. કૈરીએ પછી સંવાદદાતાઓને કહ્યું કે, ‘તેણે વાસ્તવમાં સુંદર બેટીંગ કરી હતી. અંતે તેણે અમને થોડા દબાણમાં લાવી દીધા હતા. પરંતુ તેમણે પાવરપ્લેમાં સારી બેટીંગ કરી અને અમારી મેચમાં પાછુ આવવુ મુશ્કેલ કરી દીધું હતું.’ તેમણે કહ્યું કે, ‘અમે પહેલા પણ તેને આવુ પ્રદર્શન કરતા જોયો છે. આશા છે, કે ટેસ્ટ મેચોમાં વાર્તા કંઇક અલગ જ રહે. અમારી પાસે થોડા સારા ફાસ્ટ બોલર અને નથાન લિયોન પણ છે. 


વધુ વાંચો,,,INDvsAUS: સિડનીમાં ભારતનો 6 વિકેટ વિજય, શ્રેણી 1-1થી બરોબર


વિરાટના કર્યા વખાણ 
ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં પેહલી ટી-20 મેચ જીતી જ્યારે મેલબોર્નમાં બીજી મેચમાં વરસાદને કારાણે બંધ રહી હતી. રવિવારે ભારત સામે 165 રનનો ટ્રાગેટ આપી ઓસ્ટેલિયન વિકેટકીપરે કહ્યું કે, ‘આ પ્રતિસ્પર્ધી લક્ષ્ય હતો. જેવી રીતે વિરાટે કહ્યુ તેમજ અમે પણ 180 રનનો સ્કોર ઇચ્છતા હતા. તેને લક્ષ્યનો પીછો કરવા વધારે ગમે છે. અને તે સારો ટાર્ગેટ પૂરો કરે છે. તેમણે બહુ સારી શરૂઆત મળી અને ફરી વાપસી કરવી મુશ્કેલ થઇ ગઇ હતી.’‘તેણે કહ્યું કે, અમારા માટે થોડા સકારાત્મક પહેલું રહ્યા, અમને હારવું પસંદ નથી, અમારી પાસે પણ તક હતી, અમે નજીક સુધી પહોચ્યા પરંતુ સારૂ પ્રદર્શન કરનારી ટીમને જીત મળી છે.’ 


 



 


બંન્ને દેશો વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝ આગામી 6 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થવા જઇ રહી છે. ટીમ ઇન્ડિયા હજી સુધી ઓસ્ટ્રેલિયામાં એક પણ ટેસ્ટ સીરીઝ જીતવામાં સફળ રહી નથી. વિશેષજ્ઞોનું માનવું છે, કે આ વખતે ભારત પાસે જીત મેળવવા માટે સારી તક છે. કારણ કે, ઓસ્ટ્રેલિયન ટીમ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં નબળી દેખાઇ રહી છે. 
(ઇનપુટ ભાષા)