નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટમાં પોતાની આગેવાનીથી નવો ઈતિહાસ લખનાર સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ બીસીસીઆઈના અધ્યક્ષના રૂપમાં નવી ઈનિંગની શરૂઆત કરી દીધી છે. તેણે બુધવારે અધ્યક્ષ તરીકે પોતાની ઈનિંગ તે અંદાજમાં શરૂ કરી છે, જેમ તે ક્રિકેટર તરીકે કરતા હતા. ગાંગુલીએ અધ્યક્ષ બન્યા બાદ મુંબઈમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. તેણે આ દરમિયાન પોતાની પ્રાથમિકતા સ્પષ્ટ કરી હતી. ગાંગુલીએ બોર્ડમાં લાગૂ વિવાદિત નિયમો હટાવવાની વાત પણ કહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરવ ગાંગુલીનું બીસીસીઆઈ અધ્યક્ષ બનવું તે દિવસે નક્કી થઈ ગયું હતું, જ્યારે તેમની વિરુદ્ધ કોઈ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી નહતી. બુધવારે તેમણે ઔપચારિક રીતે પદ સંભાળી લીધું છે. ગાંગુલી પાસે અધ્યક્ષ તરીકે ઘણી આશા રાખવામાં આવી રહી છે. તેમણે તેની શરૂઆત પણ આ અંદાજમાં કરી છે. 


સૌરવ ગાંગુલી બન્યા 39મા બીસીસીઆઈ પ્રમુખ, આવો જાણીએ અત્યાર સુધી કોણ-કોણ રહ્યું આ પદ પર  


સૌરવ ગાંગુલીએ કહ્યું, 'મેં તે નક્કી કરી લીધું હતું કે હું આ બ્લેઝર પહેરીશ. પરંતુ મને તે વાતનો અંદાજ નહતો કે આ એટલું ઢીલું હશે. કારણ કે મને કેપ્ટન તરીકે આ બ્લેઝર મળ્યું હતું. સૌરવ ગાંગુલીએ 1999મા પ્રથમવાર ભારતીય ટીમની કમાન સંભાળી હતી.'