દુબઈઃ 16 વર્ષની શેફાલી વર્માએ પોતાના બેટથી ધૂમ મચાવી દીધી છે. ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા મહિલા ટી20 વિશ્વકપમાં અત્યાર સુધી શેફાલીએ જે રીતે બેટ ચલાવ્યું છે બધા ચોંકી ગયા છે. શેફાલીની તોફાની શરૂઆતથી ભારતીય ટીમને લગભગ દરેક મેચમાં ફાયદો પહોંચ્યો છે. તેના કારણે ટીમ ઈન્ડિયા પ્રથમવાર ફાઇનલ પરફ ડગલું માંડવા તૈયાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેમિફાઇનલમાં ગુરૂવારે ટીમ ઈન્ડિયાનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે, પરંતુ તેના એક દિવસ પહેલા ભારતીય પ્રશંસકો માટે ખુશખબર આવી છે. શેફાલી મહિલા ટી20ની નંબર-1 બેટ્સમેન બની ગઈ છે. બુધવારે આઈસીસી દ્વારા જારી બેટ્સમેનોના રેન્કિંગમાં 19 સ્થાનોની છલાંગ લગાવી છે અને તે ટોપ પર પહોંચી છે. 


માત્ર 18 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુકેલી શેફાલી મહિલા ટી20 વિશ્વકપમાં અત્યાર સુધી 47, 46, 39 અને 29 રનની આક્રમક ઈનિંગ રમી ચુકી છે. આ દરમિયાન તે સતત બે વખત પ્લેયર ઓફ ધ મેચ પણ રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર