બિહારે બનાવ્યો વિજય હજારે ટ્રોફીમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ
બિહારે વિજય હજારે ટ્રોફીમાં સતત પાંચમી જીત મેળવી છે. તે 6 મેચોમાં 22 અંક લઈને પ્લેટ ગ્રુપમાં પ્રથમ સ્થાને છે.
આણંદઃ લાંબા સમય બાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં પરત ફરનાર બિહારે વિજય હજારે ટ્રોફીમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ બનાવી લીધો છે. તેણે રવિવારે વિજય હજારે ટ્રોફી વનડે ટૂર્નામેન્ટના પ્લેટ ગ્રુપમાં સિક્કિમને 292 રને હરાવ્યું હતું. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં રનના માધ્યમથી આ સૌથી મોટી જીત છે. આ પહેલા બરોડાએ ગત સિઝનમાં આસામને 279 રને હરાવ્યું હતું. અન્ય મેચોમાં ઉત્તરાખંડે મેઘાલય પર આઠ વિકેટે વિજય મેળ્યો તો નાગાલેન્ડે મણિપુરને નવ વિકેટે હરાવ્યું હતું.
સિક્કિમ માત્ર 46 રનમાં ઓલઆઉટ
બિહારને બેટિંગ કરવાનું આમંત્રણ મળતા 338 રન બનાવ્યા હતા. તેના તરફથી રહમતુલ્લાહે 103 બોલમાં 156 રન ફટાકાર્યા હતા. બિહારના વિશાળ સ્કોરના જવાબમાં સિક્તિમની ટીમ 31 ઓવરમાં માત્ર 46 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના માત્ર બે બેટ્સમેનો બે અંકમાં પહોંચી શક્યા હતા.
બિહારના ઓપનરોએ આપી સારી શરૂઆત
બિહાર તરફથી ઓપનર રહમતુલ્લાહ (156 રન) અને વિકાસ રંજન (23)એ પ્રથમ વિકેટ માટે 43 રન જોડ્યા હતા. આ જોડી તૂટ્યા બાદ બાબુલ કુમાર ક્રીઝ પર આવ્યો હતો. રહમતુલ્લાહ અને બાબુલ (112 બોલમાં 92 રન) બીજી વિકેટ માટે 116 રન જોડ્યા. આ બંન્નેએ ટીમનો સ્કોર 209 સુધી પહોંચાડ્યો હતો. બિહાર માટે રોહિત રાજે પણ 30 રન બનાવ્યા હતા.
સિક્કિમના 9 બેટ્સમેનો સિંગલ ડિઝિટમાં આઉટ
વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી સિક્કિમની ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તેના 9 બેટ્સમેનો બે આંકડા સુધી પણ ન પહોંચી શક્યા. બિહાર માટે કેપ્ટન કેશવ કુમાર અને અનુનય સિંહ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. રેહાન ખાનને બે સફળતા મળી હતી.
બિહારની સત પાંચમી જીત
આ બિહારની સતત પાંચમી જીત છે. તેના 6 મેચોમાં 22 પોઈન્ટ થઈ ગયા છે. તે પ્લેટ ગ્રુપમાં ટોપ પર છે. બિહાર અને પોંડિચેરીનો મેચ રદ્દ થઈ ગયો હતો. ઉત્તરાખંડ 16 પોઈન્ટની સાથે બીજા સ્થાન પરછે. સિક્કિમની ટીમ એકપણ મેચ જીતી શકી નથી, અને તે પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે છે.