જયપુરઃ યુવા બેટ્સમેન પૃથ્વી શો (Prithvi Shaw) એ કમાલનું પ્રદર્શન કરતા વિજય હઝારે ટ્રોફીના મુકાબલામાં ગુરૂવારે અણનમ બેવડી સદી ફટકારી હતી. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં શોએ પુડુચેરી વિરુદ્ધ અણનમ 227 રનની ઈનિંગ રમી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શોએ વિજય હઝારે ટ્રોફી (Vijay Hazare Trophy) ના ઈતિહાસનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવ્યો છે. શો સિવાય એલીટ ગ્રુપ ડીના આ મુકાબલામાં સૂર્યકુમાર યાદવે પણ ધમાકેદાર બેટિંગ કરતા 133 રન બનાવ્યા હતા. 


ભારત માટે 5 ટેસ્ટ અને 3 વનડે આંતરરાષ્ટ્રીય રમી ચુકેલા 21 વર્ષના બેટ્સમેન શોએ સંજૂ સેમસનના 212 રનનો રેકોર્ડ તોડ્યો હતો. સેમસને 2019માં ગોવા વિરુદ્ધ આ ઈનિંગ રમી હતી. શોએ પોતાની ઈનિંગમાં 31 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. 


નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર Ben Stokes એ ચિટિંગ કરી? આ રીતે ખુલી પોલ, Video Viral


આ સિવાય વિજય હઝારેમાં બેવડી સદી ફટકારનાર ચોથો બેટ્સમેન બન્યો છે. 2018માં વીર કૌશલે ઉત્તરાખંડ તરફથી રમતા સિક્કિમ વિરુદ્ધ 202 રન બનાવ્યા હતા, જે વિજય હઝારે ટ્રોફીની પ્રથમ બેવડી સદી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube