નવી દિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સીરીઝની છેલ્લી મેચ રમાઇ રહી છે. ઇંગ્લેન્ડની સામે 3 ટેસ્ટ મેચ હારવાની સાથે ભારત આ સીરીઝ પહેલાથી જ હારી ચુક્યું છે. સીરીઝની પાંચમી ટેસ્ટ લંડનના ઓવલમાં રમાઇ રહી છે. ઇંગ્લેન્ડના કેપ્તાન જો રૂટે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પહેલા દિવસે ભારતીય બોલરોએ અદ્ભુત પ્રદર્શન કરી પહેલા દિવસે ઇંગ્લેન્ડને તેને પ્રથમ ઇંનિગમાં 198 રન પર 7 વિકેટ આઉટ કરી મુશ્કેલીમાં મુકી દીધા હતા. આ મેચ જોવા માટે ભારતીય બેંકોથી હજારો કરોડો રૂપિયા લોન લઇ બ્રિટન ભાગી આવેલો વિજય માલ્યા પહોંચ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિજય માલ્યા લંડનના ઓવલ મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી છેલ્લી અને પાંચમી ટેસ્ટના પહેલા દિવસે પહોચ્યો હતો. સ્ટેડિયમમાં એન્ટ્રી કરતા માલ્યાનો વીડિયો કેમેરામાં કેદ થઇ ગયો હતો. તમને જણાવી દઇએ કે, આ પહેલીવાર નથી કે ભારતમાંથી ભાગીને નિકળ્યા બાદ માલ્યા ભારતની કોઇ મેચ જોવા પહોંચ્યો હોય. ગત વર્ષે ચેમ્પિયન ટ્રોફી દરમિયાન તે ભારતની મેચ જોવા માટે પહોંચ્યો હતો. જ્યાં તેને હૂટિંહનો સામનો કરવો પડ્યો હતો.



ક્રિકેટ સ્ટેડિયમની બહાર વિજય માલ્યાને જોઇ પત્રકારોએ તેને ઘેરી લીધો હતો અને ભારત પરત ફરવાના સવાલો કર્યા હતા. જ્યારે પત્રકારોએ પુછ્યું હતું કે તમે ભારત પાછા જવાના ત્યારે તેણે કહ્યું હતું કે, ‘‘તેનો નિર્ણય કોર્ટ કરશે અને આ વિષય પર હું મીડિયા સાથે કોઇ વાત કરવા માંગતો નથી.’’



તમને જણાવી દઇએ કે, 2017માં ચેમ્પિયન ટ્રોફી દરમિયાન વિજય માલ્યા ભારત અને દક્ષિણ આફ્રિકાની એક મેચ જોવા પહોંચ્યો હતો. આ દરમિયાન સ્ટેડિયમમાં એન્ટ્રી કરતા જ ત્યાં હાજર ભારતીય દર્શકોએ તેને ધુત્કાર્યો હતો અને ‘ચોર...ચોર’ના નારા લગાવવાના શરૂ કરી દીધા હતા. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થયો હતો.



ઉલ્લેખનીય છે કે, કિંગફિશર એરલાઇનના પૂર્વ માલિક માલ્યા પર છેતરપિંડી અને લગભગ 9000 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપમાં પ્રત્યાપર્ણ કેસ ચાલી રહ્યો ચે. માલ્યાની ઇંગ્લેન્ડમાં ગત વર્ષે ધરપકડ કરવામાં પણ આવ્યો હતો પરંતુ તાત્કાલીક તેને બેલ મળી ગઇ હતી.