Vijender Singh ની આગામી ફાઈટ હશે સ્પેશિયલ, જહાજની છત પર આપશે ટક્કર
ભારતના પ્રોફેશનલ બોક્સર (Professional Boxer) વિજેન્દ્ર સિંહની (Vijender Singh) આગામી મેચ 19 માર્ચના ગોવામાં એક કેસીનો જહાજની છત પર યોજાશે. આ મેચના વિરોધીની ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી
નવી દિલ્હી: ભારતના પ્રોફેશનલ બોક્સર (Professional Boxer) વિજેન્દ્ર સિંહની (Vijender Singh) આગામી મેચ 19 માર્ચના ગોવામાં એક કેસીનો જહાજની છત પર યોજાશે. આ મેચના વિરોધીની ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી. 25 વર્ષના ગત WBO ઓરિએન્ટલ અને WBO એશિયા પેસિફિક સુપર મિડલવેઇટ ચેમ્પિયન વિજેન્દ્રએ નવેમ્બર 2019 માં ધાનાના પૂર્વ રાષ્ટ્રમંડળ ચેમ્પિયન ચાર્લ્સ અદામુને દુબઇમાં હરાવી સતત 12 મી જીત નોંધાવી હતી. ત્યારબાદ આ ભારતીય બોક્સરે કોઈ મેચમાં ભાગ લીધો નથી.
વિજેન્દ્રના (Vijender Singh) પ્રમોટર આઇઓએસ બોક્સિંગ પ્રમોશન્સે નિવેદનમાં કહ્યું, અત્યાર સુધી અજય પ્રોફેશનલ બોક્સિંગ (Professional Boxing) સ્ટાર વિજેન્દ્ર સિંહ 19 માર્ચના રિંગમાં વાપસી કરશે. આપણા તરફથી આ પ્રથમ મેચ મેજેસ્ટીક પ્રાઇડ કેસિનો જહાજની (Majestic Pride Casino Ship) છત પર યોજાશે. મેજિસ્ટિક પ્રાઈડ ગોવાના પણજીમાં માંડવી નદીના કિનારે જહાજ ઉભું છે.
આ પણ વાંચો:- વિરાટ કોહલીને લાગી કોની નજર, આવુંને આવું જ રહ્યું તો થશે સાવ ખરાબ રેકોર્ડ
આયોજકોની રજૂઆત અનુસાર, આ મેચ નિયમિત પ્રોફેશનલ મેચના પારંપરિક આયોજનથી અલગ હશે. જેમાં દર્શકોને વેગાસ શૈલીની બોક્સિંગ મેચ જેવી ઝગમગાટ અને ગ્લેમર જોવા મળશે. વિજેન્દ્રએ કહ્યું કે, તેઓ આ નવા અનુભવને લઇને ઉત્સુક છે.
આ પણ વાંચો:- આયશાના પિતાની વ્યથા, કહ્યું- મારી દીકરીના હત્યારાને માફ નહીં કરું, તેણે આપઘાત માટે કરી મજબૂર
તેણે વધુમાં કહ્યું, આ એક એવી વસ્તું છે જે ભારતમાં પહેલા ક્યારે નથી થઈ અને આ બેજોડ પ્રોફેશનલ મેચનો ભાગ બનવાની મને ખુશી છે. હું ઉત્સાહથી ભરેલો છું અને રિંગમાં ઉતરવા માટે બેતાબ છું. હું પરફેક્ટ પ્રેક્ટિસ કરી પોતાને મેચ માટે ફિટ કરી રહ્યો છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube