Vinesh Phogat: `પાણીમાં કંઈક ભેળવીને પીવળાવી ન દે.. વિનેશે 4 મહિના પહેલા વ્યક્ત કરી હતી ષડયંત્રની આશંકા!
Vinesh Phogat News: વિનેશ ફોગાટે એપ્રિલ 2024માં એક પોસ્ટ કરી હતી. જેમાં તેણે ખુદની વિરુદ્ધ ષડયંત્ર થવાની આશંકા વ્યક્ત કરી હતી. હવે વિનેશને વધુ વજન હોવાને કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે.
Vinesh Phogat News: ભારતની મહિલા રેસલર વિનેશ ફોગાટનું વજન વધુ હોવાને કારણે તે ઓલિમ્પિકમાં આજે રેસલિંગની ફાઈનલ મેચ રમી શકશે નહીં. વિનેશ ફોગાટ મેડલથી વંચિત રહી હઈ છે. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકિશ ટિકૈતે તેની પાછળ કોઈ ષડયંત્ર ગણાવ્યું છે. કંઈક આવી આશંકા ખુદ વિનેશ ફોગાટે આશરે 4 મહિના પહેલા વ્યક્ત કરી હતી.
એપ્રિલ 2024માં વિનેશે કરી હતી પોસ્ટ
વિનેશ ફોગાટે 9 એપ્રિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી હતી. તેણે લખ્યું- બૃજભૂષણ અને તેના દ્વારા બેસાડવામાં આવેલ ડમી સંજય સિંહ દરેક રીતે પ્રયાસ કરી રહ્યાં છે કે મને ઓલિમ્પિકમાં રમવાથી રોકવામાં આવે. જે ટીમની સાથે કોચ લગાવવામાં આવ્યા છે, તે બધા બૃજભૂષણ અને તેની ટીમના ખાસ છે. તે વાતથી ઈનકાર ન કરી શકાય કે મારી મેચ દરમિયાન મારા પાણીમાં કંઈક મિક્સ કરી પીવળાવી દેવામાં ન આવે? જો હું કહું તો મને ડોપમાં ફસાવી દેવાનું ષડયંત્ર થઈ શકે છે, તો ખોટું નહીં હોય. આ પોસ્ટ વિનેશની છે, જેમાં તેણે ષડયંત્રની શંકા વ્યક્ત કરી હતી.
વજનને કારણે અયોગ્ય જાહેર થનાર વિનેશને મળશે કોઈ મેડલ? જાણો શું કહે છે રેસલિંગના નિયમ
100 ગ્રામ વજને તોડ્યું 140 કરોડ ભારતીયોનું સપનું!
માત્ર 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે રેસલર વિનેશ ફોગાટ ઓલિમ્પિક મેડલની રેસમાંથી બહાર ફેંકાઈ હોવાનું સામે આવ્યું છે. આ વાત માન્યામાં આવે એવી નથી, કે રાતોરાત કઈ રીતે વધી ગયું વજન. પરંતુ કમિટીએ પોતાનો આદેશ સંભળાવી દીધો છે. ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા આ આઘાતજનક સમાચારોની પુષ્ટિ કરવામાં આવી છે