નવી દિલ્હીઃ એશિયન ગેમ્સ 2018ની ગોલ્ડન ગર્લ વિનેશ ફોગાટે હાલમાં રેસલિંગમાં ગોલ્ડ મેડલ જીતીને વિશ્વભરમાં ભારતનું નામ ઉંચુ કર્યું છે. વિનેશે મહિલા કુશ્તી 50 કિલો સ્પર્ધામાં જાપાનની યુકી ઇરીને 6-2થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. તે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી દેશની પ્રથમ મહિલા રેસલર બની ગઈ છે. વિનેશની આ સફળતાને દેશભરના લોકોએ વધાવી હતી. જ્યાં વધુ એક ફોગાટ પરિવારની સાથે દેશભરમાં આ સફળતાની ઉજવણી થઈ રહી છે, તો એક અખબારમાં છપાયેલા સમાચારે વિનેશને દુખી કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં એકતરફ વિનેશ ફોગાટની આ સિદ્ધિ પર દેશભરનું મીડિયા તેની પ્રશંસા કરી રહી છે તો એક અખબારે વિનએશ અને નીરજ ચોપડાને લઈને એક સમાચાર છાપ્યા છે. આ સમાચારનું હેડિંગ છે... નીરજ અને વિનેશમાં આવી રહ્યાં છે નજીક.આ અખબારની ક્લિપિંગ શેર કરતા વિનેશે એક ભાવુક ટ્વીટ કર્યું છે. 


વિનેશે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી આ ખબરનું ખંડન કરતા એક ભાવુક સંદેશ લખ્યો છે. વિનેશે લખ્યું- આવા સમાચાર જોઈને ખુબ દુખ થાય છે. જ્યારે ભારતનું સન્માન અને ગૌરવ વધારનાર એક એથલિટની ખોટી તસ્વીર રજૂ કરવામાં આવે છે. હું અને નીરજ તથા બાકી તમામ ભારતીય એથલિટ હંમેશા એકબીજાને સ્પોર્ટ કરે છે જેથી ભારતને ગૌરવ અપાવી શકે. તે સિવાય કશું નથી. આભાર..



મહત્વનું છે કે વિનેશ ફોગાટ પોતાના વર્ગમાં મેડલની પ્રબળ દાવેદાર હતી અને તેણે જાપાની ખેલાડી પાસેથી પડકાર મળવાની આશા હતી પરંતુ વિનેશ મેચમાં તેના પર હાવી રહી અને આખરે ગોલ્ડ મેડલ જીત્યો હતો. હરિયાણાની 23 વર્ષિય ખેલાડીએ આ જીતની સાથે બે વર્ષ પહેલા ઓલંમ્પિકમાં દિલ તોડનારી હારને પાછળ છોડી દીધી છે.