પેરિસઃ ઓલિમ્પિકના 50 કિલોગ્રામ ભારવર્ગનાં ફાઈનલ મુકાબલા પહેલા 100 ગ્રામ ઓવરવેટ હોવાને કારણે ડિસ્ક્વોલીફાઈ થયેલી ભારતીય રેસલર વિનેશ ફોગાટની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. ઓલિમ્પિકમાંથી બહાર કરાયા બાદ વિનેશ ફોગાટે ભારતીય કોચોને કહ્યું- આ રમતનો ભાગ છે. મહિલાઓના રાષ્ટ્રીય કોચ વીરેન્દ્ર દહિયા અને મંજીત રાનીએ આ રેસલર સાથે મુલાકાત કરી છે. વિનેશે મંગળવારે શરૂઆતી રાઉન્ડમાં વિશ્વની નંબર 1 અને ડિફેન્ડિંગ ચેમ્પિયન યુઈ સુસાકીને હરાવી હલચલ મચાવી દીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોચને શું બોલી વિનેશ?
વીરેન્દ્ર હદિયાએ પોતાની મુલાકાતની જાણકારી આપતા કહ્યું- આ સમાચારથી કુશ્તી દળમાં હડકંપ મચી ગયો. સમાચાર બાદ યુવતીઓ ખુબ ઉદાસ હતી. અમે વિનેશ સાથે મુલાકાત કરી અને તેને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો. તે હિંમતવાળી છે. તેણે અમને કહ્યું- આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણે મેડલ જીતવાથી ચૂકી ગયા, પરંતુ આ રમતનો ભાગ છે. ઘણા આઈઓએ અધિકારી પણ તેને મળવા ત્યાં ઉપસ્થિત હતા. 


આ પણ વાંચોઃ પાણીમાં કંઈક ભેળવીને પીવળાવી ન દે.. વિનેશે જ્યારે વ્યક્ત કરી હતી ષડયંત્રની આશંકા


સેમીફાઈનલ જીત્યા બાદ વિનેશે કહ્યું હતું- કાલે મોટો દિવસ છે, કાલે વાત કરીશ. પરંતુ તેવી ક્યાં ખબર હતી કે તેની સાથે દેશની આશા આમ 100 ગ્રામના ભારમાં દબાઈ જશે. મંગળવારે ત્રણ મુશ્કેલ મુકાબલા બાદ શરીરમાં પાણીની કમી છતાં વિનેશે માત્ર થોડી માત્રામાં પાણી પીધું, અને પોતાના વાળ કપાવી આખી રાત કસરત કરી જેથી તે નક્કી કરી શકાય કે તેનું વજન નિર્ધારિત માત્રાથી વધુ ન થાય. ભારતીય અધિકારીઓએ સો ગ્રામ વજન ઘટાડવા માટે અનેક વિનંતી કરી પરંતુ નિયમ બદલી શકાય નહીં. તેનાથી વિનેશનું ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું દુર્ભાગ્યપૂર્ણ રીતે ખતમ થઈ ગયું છે.


ત્રીજા ઓલિમ્પિકમાં ખાલી હાથ પરત ફરી
વિનેશ ત્રીજીવાર ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી હતી. રિયો 2016માં પ્રથમ ઓલિમ્પિકમાં તેને કરિયર મુશ્કેલીમાં મુકનાર ઈજાને કારણે સ્ટ્રેચર પર લઈ જવામાં આવી હતી, જ્યારે ટોક્યોમાં બીજી ઓલિમ્પિકની શરૂઆતમાં તેણે નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો. 29 વર્ષની વિનેશને ઓલિમ્પિક વિલેજમાં પોલી ક્લીનિક લઈ જવામાં આવી કારણ કે સવારે તેના શરીરમાં પાણીની કમી થઈ ગઈ હતી. આ પહેલાં પ્રધાનમંત્રી મોદીએ વિનેશનો જુસ્સો વધારતા કહ્યું કે તે ભારતનું ગૌરવ છે અને તેણે મજબૂતીથી વાપસી કરવાની છે.