વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બનેલ હતા. તાજેતરમાં જ કાંબલીએ મુંબઈના શિવાજી પાર્ક ખાતે રમાકાંત આચરેકરની પ્રતિમાના અનાવરણમાં હાજરી આપી હતી. બાળપણના મિત્ર સચિન તેંડુલકરને મળ્યો. આ પછી તેમના સ્વાસ્થ્યનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. હવે શનિવારે રાત્રે કાંબલી અચાનક બેભાન થઈ ગયો.
Vinod Kambli: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બનેલ હતા. તાજેતરમાં કાંબલીએ મુંબઈના શિવાજી પાર્કમાં રમાકાંત આચરેકરની પ્રતિમાના અનાવરણમાં હાજરી આપી હતી. બાળપણના મિત્ર સચિન તેંડુલકરને મળ્યો, જેનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. બીમાર કાંબલીને ટેકો આપવા માટે ઘણા દિગ્ગજોએ પણ મૌન તોડ્યું હતું. હવે શનિવારે અચાનક તેમની તબિયત બગડી હતી. તે બેભાન થઈ ગયા, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.
થાણેની હોસ્પિટલમાં દાખલ
IANSએ કાંબલીને થાણેની આકૃતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી આપી છે. મળતી માહિતી અનુસાર '52 વર્ષીય કાંબલીની હાલત હાલમાં સ્થિર છે. હજુ પણ ગંભીર હોવા છતાં તેની બીમારી વિશે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. તાજેતરમાં વર્લ્ડ ચેમ્પિયન કપિલ દેવ અને સુનીલ ગાવસ્કરે તેને આર્થિક મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
કાંબલીએ જણાવી પૂરી સમસ્યા
કાંબલીએ વિક્કી લાલવાનીની યુટ્યુબ ચેનલ પર એક વાતચીતમાં પૂરી ઘટના જણાવી કે, તેમને અચાનક કઈ સમસ્યા થઈ છે. તેમણે કહ્યું કે, 'મને પેશાબની સમસ્યા હતી. મારા પુત્ર જીસસ ક્રિસ્ટિયાનોએ મને ઉપાડ્યો અને મને મારા પગ પર પાછો ઊભો કર્યો. મારી પુત્રી જે 10 વર્ષની છે અને મારી પત્ની મને મદદ કરવા આવ્યા. એક મહિના પહેલા આ ઘટના બની હતી. મારું માથું ફરવા લાગ્યું; હું બેભાન થઈને નીચે પડી ગયો. ડોક્ટરે મને દાખલ થવા કહ્યું.
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
કાંબલીએ બે હાર્ટ સર્જરી કરાવી છે
કાંબલી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સચિન સાથેનો વીડિયો વાયરલ થયા બાદ કાંબલીએ ખુલાસો કર્યો હતો કે, 2013માં સચિન તેંડુલકર પાસેથી આર્થિક મદદ મળ્યા બાદ તેમણે બે હાર્ટ સર્જરી કરાવી હતી. કાંબલીની નવ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભારત માટે 17 ટેસ્ટ અને 104 ODI મેચોનો રમ્યા છે. તેમણે બે બેવડી સદી સહિત ચાર ટેસ્ટ સદી ફટકારી, ટેસ્ટમાં સતત બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો.