મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના મિત્ર અને જેમની ગણતરી  ધાકડ બેટ્સમેન તરીકે થતી હતી તે વિનોદ કાંબલીનું સ્વાસ્થ્ય હાલ ઠીક નથી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને ફેન્સના હ્રદયભગ્ન થયા છે. જેમાં તેઓને ચાલવામાં ખુબ પરેશાની પડી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ પહેલા ત્યાં ઉભેલી એક બાઈકનો સહારો લઈને ચાલવાની કોશિશ કરે છે અને ત્યારબાદ લોકોની મદદથી આગળ વધી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે?
સોશિયલ મીડિયા પર નરેન્દ્ર ગુપ્તા નામના એક યૂઝરે વિનોદ કાંબલીનો વીડિયો શેર કર્યો. યૂઝરે  લખ્યું કે પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીનું સ્વાસ્થ્ય ખરાબ છે. કાંબલી છેલ્લા કેટલાક વર્ષોથી સ્વાસ્થ્ય અને વ્યક્તિગત સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. દિલની  બીમારી અને ડિપ્રેશન જેવી સમસ્યાઓના કારણે તેમણે વારંવાર હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. આશા છે કે તેઓ જલદી સાજા થઈ જશે અને તેમને જરૂરી સપોર્ટ મળશે. 



કાંબલીએ ભારત માટે 121 મેચ રમી
વિનોદ કાંબલીએ ભારત માટે 17 ટેસ્ટ અને 104 વનડે મેચ રમી છે. વર્ષ 2013માં તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારબાદ એક પોલીસ અધિકારીએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. સક્રિય ક્રિકેટ કરિયર દરમિયાન કાંબલી સારા બેટ્સમેનમાંથી એક હતા પરંતુ ખરાબ આદતોના કારણે ભારતીય ટીમથી બહાર થઈ ગયા હતા. 


વર્લ્ડ ક્રિકેટમાં તહેલકા મચાવનારા સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી બાળપણના મિત્રો છે. શાળા ક્રિકેટમાં બંનેએ ધમાલ મચાવ્યા બાદ અનેક સારા રેકોર્ડ બનાવ્યા હતા અને સાથે સાથે ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ પણ રહ્યા હતા. બંનેએ ભાગીદારીમાં અનેક શાનદાર ઈનિંગ રમી હતી. જો કે કાંબલી તેંડુલકર જેટલા સફળ થઈ શક્યા નહતા. પરંતુ તેમની ગણતરી પણ વર્લ્ડના સારા બેટ્સમેનમાં થતી હતી. 


[[{"fid":"577173","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


વિનોદ કાંબલી ક્રિકેટ જગતમાં સચિન તેંડુલકરના સૌથી સારા મિત્ર હતા પરંતુ બાદમાં પોતાના આર્થિક સંઘર્ષ માટે સચિનને જવાબદાર ઠેરવવાના કારણે બંનેના સંબંધ વણસ્યા હતા. જો કે બાદમાં કાંબલીએ પોતાના જુઠ્ઠાણા માટે માફી માંગી અને બંનેએ આપસી મતભેદ દૂર કર્યા હતા.