નવી દિલ્હી :  ટીમ ઇન્ડિયાના મહાન બેટ્સમેન સચિન તેન્ડુલકર અને વિનોદ કાંબલીની મિત્રતા ઉદાહરણીય છે. બાળપણથી બંનેએ એકસાથે પોતાની કરિયરની શરૂઆત કરી હતી પણ સચિન કામના મામલામાં વિનોદ કરતા બહુ આગળ નીકળી ગયો. જોકે આમ છતાં બંને વચ્ચે મિત્રતાના સંબંધો બહુ મજબુત છે. સચિનના જન્મદિવસ પર આ વર્ષે વિનોદે તેના માટે એક ગીત ગાયું હતું પણ સચિને પોતે જ વિનોદને ટ્રોલ કરી નાખ્યો હતો. 


આ વર્ષે વિનોદે મિત્રતાનું એક ગીત સચિનને સમર્પિત કર્યું હતું. તેણે અમિતાભની ફિલ્મ યારાનાનું ‘તેરે જેસા યૈર કહાં’ ગાયું હતું. આ સાથે સચિનને ટેગ પણ કર્યો હતો. સચિને આ ગીત પર જબરદસ્ત જવાબ આપીને સિક્સર ફટકારી હતી. સચિને જવાબ આપતા કહ્યું હતું કે 'ખાસ આભાર વિનોદ કાંબલી, ગીત શાનદાર હતું પણ મને નવાઈ એ વાતની લાગી રહી છે કે તારી દાઢી સફેદ થઈ ગઈ છે પણ આઇબ્રો કાળી જ છે.'


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક....