ક્રિકેટની રમત એક એવી રમત છે જ્યાં વિકેટ ખુબ મહત્વ ધરાવે છે. આથી ખેલાડીઓ પોતાની રમતની સાથે સાથે ફિટનેસ ઉપર પણ ખુબ ધ્યાન આપે છે. ગેમમાં એક ખેલાડી પણ રનઆઉટ થાય તો રમત પલટી જતી હોય છે. આથી ખુબ ધ્યાન રાખવામાં આવે છે કે ખેલાડી રન આઉટ ન થાય. પરંતુ જરા વિચારો કે કોઈ ટીમમાં એક કે બે નહીં પરંતુ અડધા કરતા વધુ ખેલાડીઓ રનઆઉટ થાય તો પણ તે ટીમ જીતી શકે ખરી?


તમને એમ થાય કે ના એવું કેવી રીતે બને? પણ જી હા...અડધા કરતા વધુ ખેલાડીઓ રનઆઉટ થયા અને છતાં પણ ટીમ જીતી ગઈ. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છેકે એક ટીમના 6 ખેલાડીઓ રન આઉટ થયા પરંતુ આમ છતાં આ ટીમ મેચ જીતી ગઈ. આ વીડિયો યુરોપિયન ક્રિકેટ લીગનો છે. જ્યાં ટી10 ટુર્નામેન્ટમાં કેટાલુનિયા રેડ અને સોહલ હોસ્પીટલેટ વચ્ચે મેચ હતી. આ મેચમાં કેટાલુનિયા રેડે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 10 ઓવરમાં 86 રન કર્યા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સોહલ હોસ્પીટલેટે 6 રન આઉટ થવા  છતાં 8 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય મેળવી લીધો અને આ મેચમાં હારજીત કરતા સૌથી વધુ સોહલ હોસ્પીટલેટની રનીંગ ચર્ચામાં રહી. જો કે તમને જણાવી દઈએ કે આ વીડિયો અત્યારનો નથી. 30 નવેમ્બર 2023નો છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube