માલાહાઇડ (આયરલેન્ડ) : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટર વિરાટ કોહલી આયરલેન્ડ વિરૂદ્ધ આગામી ટી-20 મેચમાં તેમજ ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચોની સિરીઝમાં ધમાકેદાર પર્ફોમન્સ કરવા ઇચ્છે છે. 27 જૂને રમાયેલી પહેલી ટી-20 મેચમાં કોહલી બેટિંગ માટે છઠ્ઠા ક્રમે ઉતર્યો હતો. ભારતે આ મેચ 76 રનથી જીતી ગયું છે. આ મેચમાં સુરેશ રૈના ત્રીજા નંબરે અને મહેન્દ્ર સિંહ ધોની ચોથા ક્રમે ઉતર્યો હતો. આ મેચમાં શિખર ધવન તેમજ રોહિત શર્માની ઓપનિંગ જોડીએ 160 રન બનાવ્યા છે. ભારતે પાંચ વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. આ સ્કોરના જવાબમાં આયરલેન્ડ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા. 


આ મેચ દરમિયાન વિરાટ કોહલી જેવો બાઉન્ડ્રી પાસે પહોંચ્યો કે ચાહક કોહલી-કોહલીની બૂમો પાડવા લાગ્યા. વિરાટે પણ સ્માઇલ સાથે ચાહકોનું અભિવાદન કર્યું હતું અને તેમની તરફ હાથ હલાવીને ઇશારો પણ કર્યો હરરતો. આ પછી આખું સ્ટેડિયમ કોહલી-કોહલીની બૂમોથી ગુંજી ઉઠ્યું. જોકે, વિરાટ કોહલી આ મેચમાં ઝીરો રનમાં જ આઉટ થઈ ગયો હતો. 


ખેલજગતના સમાચાર જાણવા કરો ક્લિક...