નવી દિલ્હી: ભારતમાં ક્રિકેટને ધર્મની જેમ માવનામાં આવે છે. મોટાભાગના બાળકો તેમની રમતની શરૂઆત ક્રિકેટથી કરતા હોય છે. ગલીઓ મેદાન અને ઘરના ધાબા પર બાળકો ક્રિકેટ રમતા નજરે પડતા હોય છે. બાળકોથી લઇને વૃદ્ધોમાં ક્રિકેટમાં પ્રેમ એટલી હદ સુધી ફેલાયેલો છે, કે ભારતની મેચ આવતાની સાથે જ લોકો તેમના બધા કામ મૂકીને ટીવી સામે બેસી જાય છે. ત્યારે આઇપીએલે ભારતમાં ક્રિકેટ પ્રેમીઓની સંખ્યામાં પણ નોધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. માટે જ મોટા ભાગના બાળકો પણ ક્રિકેટર બનાવાની ઇચ્છા રાખે છે. અને તેઓ ક્રિકેટ શીખી રહ્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ જેવી રીતે કહેવાય છેને કે કૌશલ્યો કુદરતી હોય છે. તમે પ્રેકટિસ કરીને તેમાં વધારે નિપુણતા લાવી શકે છો. પરંતુ તે કૌશલ્ય તમારામાં કુદરતી હોવું જોઇએ. સોશિયલ મીડિયામાં એક આવાજ બાળ ક્રિકેટરનો વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે. 


આ બાળક વિશે વધારે જાણકારી તો નથી મળી રહી, પરંતુ તેની ઉંમર બે વર્ષ જાણવા મળી રહી છે. માત્ર બે વર્ષની ઉંમરનો આ ખેલાડી ક્રિકેટના અમુક સુદર શોટ્સ રમે છે. આ બાળક એટલા સુંદર ક્રિકેટ શોટ્સ રમે છે, કે તેનો વીડિયો જોનારાઓ તેના વખાણ કર્યા વિના રહી શકતા નથી.


 


રાજકોટમાં કુલદીપ અને સુરતમાં અર્જુન તેંડુલકરે 5 વિકેટ લઈને મચાવી ધમાલ 


થોડા દિવસ પહેલા બીજા એક બાળ ક્રિકેટરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, આ વીડિયોમાં એક નાનો ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના પ્રચલીત હેલીકોપ્ટર શોટ્સ રમી રહ્યો છે. આ બાળકની ઉંમર પણ આશરે 2 વર્ષ છે, પરંતું જે આત્મવિશ્વાસ સાથે આ બાળક હેલીકોપ્ટર શોટ્સ રમી રહ્યો છે, તેને જાઇને મહેન્દ્ર સિંહ ધોની પણ વાહ-વાહ કરવા લાગ્યો હતો.


 



 


મહત્વનું છે, કે ક્રિકેટની વધી રહેલી લોકપ્રિયતાને કારણે બાળકોમાં ક્રિકેટને લઇને ખાસ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવામાં સોશિયલ મીડિયામાં બાળકોના ક્રિકેટ રમી રહેલા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. જેનાથી તેઓ તેમના બેટીંગ અને બોલીંગના કૌશલ્યો દેખાડતા રહે છે. ધણી વાર તો સ્ટાર ક્રિકેટરો આવા બાળકોના વીડિયો શેર કરીને તેમની ઉત્સુક્તામાં વઘારો કરે છે.