નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે 30 વર્ષનો થઇ ગયો છે. વિરાટ કોહલીને તેના ફેન્સ અને તેના ચાહકોએ શુભેચ્છા સંદેશ મોકલ્યા હતા. આ સાથે જ ટીમના કેપ્ટનને બીસીસીઆઇએ ખાસ રીતે શુભકામનાઓનો સંદેશ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ સિવાય બીસીસીઆઇએ તેની વેબસાઇટ પર એક વીડિયો પણ અપલોડ કર્યો છે, જેમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ વિરાટને શુભેચ્છા આપી રહ્યા છે. આ વીડિયોમાં સૌથી પહેલા ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન ધોનીએ પણ વિરાટને શુભેચ્છાઓ આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયોમાં ઘોનીની સાથે જાડેજા, કેદાર જાદવ, અને કુલદીપ યાદવ, કે.એલ રાહુલ, દિનેશ કાર્તિક, શિખર ધવન, ઉમેશ યાદવ. ચહલ, ખલીલ અહેમદ અને કૃણાલ પંડ્યાએ વિરાટ કોહલીને શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો. આ સાથે જ ખેલાડીઓએ વિરાટને સલાહ પણ આપી છે. ધોનીએ કહ્યું કે, ‘હાય વિરાટ વિશ યૂ અ વેરી, વેરી હેપ્પી બર્થ ડે, હુ જાણુ છું કે તમે પપજી ફેન છો. કારણકે મે તમારી જૂની તસવીર જોઇ છે. તમે અને આવીને મનીષ પાંડેને ખાસ સીખવાડો કે ફર્સ્ટ પર્સન શૂટિંગ એપ્સ કેવી રીતે રમાય છે. 


આ વીડિયો બીસીસઆઇએ તેની વેબલાઇટ પર જાહેર કર્યો છે, જેની લિંક ટ્વિટર પર આપવામાં આવી છે. ટ્વિટમાં પણ વીડિયોના થોડા અંશ દેખાઇ રહ્યા છે.


 



 


આ સાથે જ બીસીસીઆઇએ એક અલગથી શુભેચ્છા સંદેશ જાહેર કર્યો હતો.


 



 


રવિન્દ્ર જાડેજાએ વિરાટ કોહલીને કહ્યું‘ તમે બહુ વધારે રન બનાવ્યા મને લાગે છે, કે હવે તમારે રોટલી , રાયતુ અને મીઠાઇ ખાવાની પણ શરૂ કરી દેવી જોઇએ.’બીજી અનેક વસ્તુઓ પણ ખાવાની શરૂઆત કરી દેવી જોઇએ. પંતે વિરાટને યાદ કરાવ્યું કે તેણે ફિફામાં હજી સારૂ થવાની જરૂર છે. પંતે કહ્યું કે તે તેની સાથે ફીફા રમતો રહેવા માગે છે. અને વિરાટથી 1-0 થી આગળ પણ ચાલી રહ્યા છે.આ સાથે જ ચહલે કહ્યું કે તે મેદાનની બહાર જીમ અને મેદાનમાં બોલ તોડી રહ્યા છે, આ સિવાય ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ પણ સપોર્ટ સ્ટાફની સાથે વિરાટને 25માં જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. અને કહ્યું કે તેમને લાગી રહ્યું છે, કે તે 25ના જ છે.