નવી દિલ્હીઃ ક્રિકેટ જગતમાં તે સમયે બબાલ મચી જ્યારે વિરાટ કોહલીએ એક ઇમોશનલ પોસ્ટ કરતા ટી20 વિશ્વકપ બાદ ટી20 ટીમની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી. આ નિર્ણય બાદ રિપોર્ટ આવ્યો કે કોહલી ઈચ્છતો હતો કે રોહિતને વાઇસ કેપ્ટન પદેથી હટાવવામાં આવે. પરંતુ આ દાવ ઉલ્ટો પડી ગયો અને તેણે દબાવમાં કેપ્ટનપદ છોડવાની જાહેરાત કરવી પડે. હવે રિપોર્ટ આવ્યો છે કે કોહલીના એટિટ્યૂડથી ખેલાડી ખુશ નહતા અને કેટલાક સીનિયર ક્રિકેટરોએ બીસીસીઆઈ સચિવ જય શાહને ફરિયાદ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો ન્યૂઝીલેન્ડ સામે WTC ફાઇનલમાં હાર બાદ કોહલીએ ટીમમાં પોતાનું સન્માન ગુમાવી દીધુ છે. અખબાર ટેલિગ્રાફ અનુસાર કોહલી નિયંત્રણ ગુમાવી રહ્યો છે. તેણે સન્માન ગુમાવી દીધુ છે અને કેટલાક ખેલાડીઓને તેનું વલણ પસંદ આવી રહ્યું નથી. તે એક પ્રેરણાદાયક લીડર નથી અને તે ખેલાડીઓનું સન્માન મેળવી શકતો નથી. ઘણીવાર ખેલાડીઓ સાથે સન્માનજનક વ્યવહાર કરતો નથી. 


વિરાટના નિવેદનથી નારાજ હતી ટીમ
WTC ફાઇનલમાં બેટ્સમેનો સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યા હતા અને બોલરની પણ આ સ્થિતિ હતી. આ હાર બાદ વિરાટ કોહલીએ નિવેદનમાં કહ્યુ હતુ કે- ખેલાડીઓની અંદર તે ઇરાદો અને જુસ્સો નહતો. આ નિવેદનથી ટીમના ખેલાડી ખુશ નહતા. એટલું જ નહીં પ્રેક્ટિસ દરમિયાન કોહલીએ કોચ પર પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. જ્યારે કોચ તેને બેટિંગની સલાહ આપી રહ્યા હતા તો ગુસ્સે થઈ બોલ્યો- મને કન્ફ્યૂઝ ન કરો. આ મામલો ત્યારે વધી ગયો જ્યારે કોહલી ઈંગ્લેન્ડ વિરુદ્ધ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો. 


પહોંચથી બહાર રહેતો હતો કોલહી, ધોની હંમેશા હાજર હોય
ન્યૂઝ એજન્સી આઈએએનએસ પ્રમાણે ટીમની અંદર કેટલાક ખેલાડીઓને ફરિયાદ હતી કે કોહલી ઓફ ફીલ્ડમાં જરૂર પડવા સમયે પહોંચની બહાર રહેતો હતો, જ્યારે ધોનીના દરવાજા ટીમના ખેલાડીઓ માટે 24 કલાક ખુલ્લા રહેતા હતા. પોતાની ઓળખ જાહેર ન કરવાની શરત પર બીસીસીઆઈના પૂર્વ અધિકારીએ કહ્યુ- બીસીસીઆઈ સચિવ જય શાહને આ વિશે ટીમના નદીકના લોકોના માધ્યમથી જાણ કરવામાં આવી અને તેમને આ પસંદ આવ્યું નથી. શાહે અન્ય અધિકારીઓની પણ સલાહ લીધી હતી. કેટલાક ખેલાડીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો હતો અને તેમનો મત જાણવામાં આવ્યો હતો. 


તેથી ધોનીને મેન્ટોર બનાવાયો
તેમણે કહ્યું- બીસીસીઆઈ લાંબા સમયથી કોહલી-શાસ્ત્રીની પાંખ કાપવાની યોજના બનાવી રહ્યુ હતુ અને તેની શરૂઆત ધોનીને મેન્ટોર (જેના વિશે કોહલીને જાણ નહતી) ના રૂપમાં નિયુક્ત કરી અને રવિચંદ્રન અશ્વિનને ટી20 ટીમમાં પરત લાવી કરવામાં આવી છે. અશ્વિનને તેના અનુભવ છતાં હાલમાં સમાપ્ત થયેલી ટેસ્ટ સિરીઝમાં તક આપવામાં આવી નહીં તો ક્યાંકને ક્યાંક આ વાતોએ અધિકારીઓને નાખુશ કે ગુસ્સામાં મુકી દીધા.


કોચ બદલવાની પણ તૈયારી
પૂર્વ અધિકારીએ કહ્યુ- કુંબલેને પરત લાવવાની યોજના (કોહલીની સાતે જૂનો વિવાદ જાણી) બોર્ડ દેખાડી રહ્યુ છે કે માલિક કોણ છે. હાં, લક્ષ્મણ સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ કુંબલે સૌથી આગળ ચાલી રહ્યો છે, જ્યારે તે પ્રસ્તાવનો સ્વીકાર કરે છે. આ વચ્ચે પૂર્વ મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદનો તેમના વિચારો માટે સંપર્ક કરવામાં આવ્યો તો, તેમણે ટી20 વિશ્વકપ પર ફોકસ કરવાની વાત કહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube