નવી દિલ્હીઃ આઈસીસી ટી20 વિશ્વકપ 2021માં સુપર-12ના ગ્રુપ 2 મેચમાં ન્યૂઝીલેન્ડના હાથે ભારતની 8 વિકેટથી હાર બાદ કેપ્ટન વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ફેન્સના નિશાને આવી ગયો છે. દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 8 વિકેટે કારમો પરાજય આપ્યો હતો. ન્યૂઝીલેન્ડે 111 રનના લક્ષ્યને 14.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો. મેચ હાર્યા બાદ ભારતની સેમીફાઇનલમાં પહોંચવાની આશાને મોટો ઝટકો લાગ્યો છે. પરંતુ હાર બાદ ફેન્સે કોહલીને નિશાના પર લઈ લીધો છે. આ વચ્ચે કોહલીનું 10 વર્ષ જૂનું ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે, જેમાં કોહલી કહી રહ્યો છે કે તે આ હારથી દુખી છે અને હવે પોતાના ઘરે જઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા પર કોહલીનું એક 10 વર્ષ જૂનું ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. કોહલીએ આ ટ્વીટ 23 જાન્યુઆરી, 2011ના કર્યું હતુ, જેમાં તેણે લખ્યુ- હારથી દુખી છું. હવે ઘરે જઈ રહ્યો છું. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મળેલી હાર બાદ યૂઝર્સ હવે કોહલીના આ ટ્વીટ પર પોતાના અંદાજમાં કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક યૂઝર્સે લખ્યુ કે, ઘણા વર્ષ પસાર થયા બાદ હાર નથી બદલી. આઈસીસી ટી20 વિશ્વકપમાં ભારત અત્યાર સુધી એકવાર પણ ન્યૂઝીલેન્ડને હરાવી શક્યું નથી. 


આ પણ વાંચોઃ T20 વિશ્વકપમાં કેમ હારી રહી છે ટીમ ઈન્ડિયા? સામે આવ્યું ચોંકાવનારૂ કારણ


ભારતે હવે સેમીફાઇનલમાં પહોંચવા માટે અફઘાનિસ્તાનને ન્યૂઝીલેન્ડને હરાવવું પડશે અને પછી અન્ય ટીમો વિરુદ્ધ થનાર મુકાબલામાં ભારતે વધુ નેટ રનરેટથી મુકાબલો જીતવો પડશે. આ સિવાય ભારત જો પોતાના આગામી મુકાબલામાં અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ કે નામીબિયાને 50 કે 100 રનથી હરાવે છે અને સાથે અફઘાનિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડને 50 રનથી હરાવે છે તો ભારતની પાસે સેમીફાઇનલમાં પહોંચવાની તક હશે. આ સિવાય ન્યૂઝીલેન્ડ જો સ્કોટલેન્ડ અને નામીબિયાને 50 કે તેનાથી વધુ રનને હરાવે છે તો પણ ટીમ ઈન્ડિયા પાસે સેમીફાઇનલની ટિકિટની તક હશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube