Virat Kohli 81st International Century: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ફેન્સની લાંબી રાહનો અંત લાવીને આખરે તેની 81મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર સિરીઝની પ્રથમ મેચમાં વિસ્ફોટક સદી ફટકારીને આ મોટી સિદ્ધિ મેળવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચની બીજી ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે ત્રીજા દિવસે 16 મહિના પછી તેની ટેસ્ટ સદી ફટકારી છે. વિરાટે છેલ્લે જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી હતી.


ઓસ્ટ્રેલિયામાં 20 વર્ષ બાદ રાહુલ-યશસ્વીએ બનાવ્યો રેકોર્ડ,ટીમ ઈન્ડિયા કંગારૂઓ પર હાવી


વિરાટ કોહલીના નામે મોટો રેકોર્ડ
વિરાટ કોહલીએ પોતાની 30મી ટેસ્ટ સદી ફટકારીને પર્થ ટેસ્ટને યાદગાર બનાવ્યો અને ઈતિહાસ રચ્યો છે. હવે તે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો છે. તેમણે ઓસ્ટ્રેલિયામાં તેની છઠ્ઠી ટેસ્ટ સદી ફટકારી છે.


કોહલીના નામે હવે 81 આંતરરાષ્ટ્રીય સદી 
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદીઓની વાત કરીએ તો વિરાટ કોહલીના નામે હવે 81 સદી થઈ ગઈ છે. આ યાદીમાં સચિન તેંડુલકર ટોપ પર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 100 સદીનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. આ યાદીમાં વિરાટ કોહલી 81 સદી સાથે બીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ 71 સદી સાથે ત્રીજા સ્થાને છે.


તમન્ના ભાટિયા અને વિજય વર્મા ટૂંક સમયમાં કરી શકે છે લગ્ન? શોધી રહ્યા છે ઘર


આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી
1. સચિન તેંડુલકર (ભારત) - 100 સદી
2. વિરાટ કોહલી (ભારત) – 81 સદી
3. રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) – 71 સદી
4. કુમાર સંગાકારા (શ્રીલંકા) – 63 સદી
5. જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા) – 62 સદી


ટેસ્ટ ક્રિકેટમાં 30મી સદી ફટકારી
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 30મી સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી શિવ નારાયણ ચંદ્રપોલ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યુ હેડનના 30 સદીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં 30 સદી ફટકારવાનો રેકોર્ડ શિવ નારાયણ ચંદ્રપોલ અને મેથ્યુ હેડનના નામે છે.


2025માં આ 3 રાશિઓમાં શરૂ થશે શનિની સાડાસાતી, આ રાશિના લોકોને મળશે છૂટકારો


ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી
1. સચિન તેંડુલકર (ભારત) – 51 સદી
2. જેક્સ કાલિસ (દક્ષિણ આફ્રિકા) – 45 સદી
3. રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) – 41 સદી
4. કુમાર સંગાકારા (શ્રીલંકા) – 38 સદી
5. રાહુલ દ્રવિડ (ભારત) – 36 સદી
6. જો રૂટ (ઇંગ્લેન્ડ) – 35 સદી
7. યુનિસ ખાન (પાકિસ્તાન) - 34 સદી
8. સુનીલ ગાવસ્કર (ભારત) – 34 સદી
9. બ્રાયન લારા (વેસ્ટ ઈન્ડિઝ) - 34 સદી
10. મહેલા જયવર્દને (શ્રીલંકા) – 34 સદી
11. એલિસ્ટર કૂક (ઇંગ્લેન્ડ) - 33 સદી
12. કેન વિલિયમસન (ન્યુઝીલેન્ડ) – 32 સદી
13. સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા) – 32 સદીઓ
14. સ્ટીવ વો (ઓસ્ટ્રેલિયા) – 32 સદી
15. મેથ્યુ હેડન (ઓસ્ટ્રેલિયા) – 30 સદીઓ
16. વિરાટ કોહલી (ભારત) – 30 સદી
17. શિવનારાયણ ચંદ્રપોલ (વેસ્ટ ઈન્ડિઝ) – 30 સદી