નવી દિલ્હીઃ કેપ્ટન વિરાટ કોહલી ભારતીય ટીમ સાથે બ્રિટનના પ્રવાસે છે. શુક્રવારે આયર્લેન્ડ વિરુદ્ધ બે મેચોની ટી-20 શ્રેણીમાં 2-0થી જીત મેળવ્યા બાદ વિરાટે એક નવા પડકારનો સ્વીકાર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુદલરની કિટ અપ ચેલેન્જનો સ્વીકાર કર્યો છે, જેનો વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં વિરાટ પેડ, હેલ્મેટ, ગ્લવ્જ અને ગાર્ડસ પહેરતો દેખાઈ છે. 


વિરાટે વીડિયો શેર કરતા લખ્યું, સચિન પાજી ફિટનેસ કિટ અપ ચેલેન્જ માટે મને નોમિનેટ કરવા બદલ આભાર. હું તે રમતને જેને પ્રેમ કરુ છું તેના માટે કિટ તૈયાર કરી રહ્યો છે. હું પાર્થિવ પટેલને કિટ અપ ચેલેન્જ માટે નોમિનેટ કરુ છું. 



ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ બ્રિટનના પ્રવાસે છે અને શુક્રવારે ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને ડબ્લિનના માલાહાઇટ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડમાં રમાયેલી બે મેચોની ટી-20 શ્રેણીના બીજા અને અંતિમ મેચમાં 143 રનથી પરાજય આપીન ટી-20 ફોર્મેટમાં રનોના મામલે પોતાની અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવી હતી. 


આ મચેમાં ભારતીય ટીમે આયર્લેન્ડને 214 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં આયર્લેન્ડની ટીમ 70 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે વિરાટ કંપનીએ શ્રેણી 2-0થી જીતી લીધી હતી.