નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર પાકિસ્તાનને આઈસીસી વિશ્વ કપ મુકાબલામાં શાનદાર રીતે પરાજય આપ્યા બાદ ભારતીય ખેલાડીઓ બ્રેક પર છે. આ સપ્તાહની શરૂઆતમાં ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પત્ની અનુષ્કા શર્માની સાથે લંડનમાં સ્પૉટ કરવામાં આવ્યા હતા. વિરાટ અને અનુષ્કા લંડનના રસ્તાઓ પર ફરતા હતા તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તે નક્કી કર્યું હતું કે, ભારતીય ક્રિકેટરોની પત્નીઓ અને પરિવારના સભ્યો વિશ્વ કપ ટૂર્નામેન્ટ શરૂ થયાના 21 દિવસ બાદ તેની સાથે જોડાઈ શકે છે અને વધુમાં વધુ 15 દિવસ સુધી ક્રિકેટર પત્નીઓ અને ગર્લફ્રેન્ચને પોતાની સાથે રાખી શકે છે. 



બીસીસીઆઈએ તે નિર્ણય લીધો હતો કે 22 જૂને અફઘાનિસ્તાનની સાથે રમાનારી મેચ પહેલા ખેલાડીઓને પરિવારના સભ્યો અને ગર્લફ્રેન્ડને મંજૂરી આપવામાં આવશે. એટલે કે વધુમાં વધુ 4-5 જુલાઈ સુધી WAGs પોતાના પાર્ટનર સાથે રહી શકશે. 


શિખર ધવને પણ પોતાના જોડીદાર રોહિત શર્મા અને તેની પત્ની રિતિકા સજદેવ તથા પુત્રી સમાયરાની સાથે પોતાની અને પોતાના પરિવારની એક તસ્વીર શેર કરી છે. ધવને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, શર્મા પરિવારની સાથે લોકલ ટ્રેન યાત્રાનો આનંદ લઈ રહ્યો છે. 



આ પહેલા પાકિસ્તાન વિરુદ્ધ મેચ દરમિયાન રિતિકા સજદેહ પોતાના પતિ રોહિત અને ટીમ ઈન્ડિયાને ઓલ્ડ ટ્રેફર્ડમાં સ્ટેન્ડ્સથી ચીયરઅપ કરતી દેખાઈ હતી. આ મેચમાં વાઇસ કેપ્ટને રવિવારે પાકિસ્તાન પર ભારતની 89 રનથી જીતમાં 140 રનનું યોગદાન આપ્યું હતું. 


ભારતીય ટીમ પોતાની આગામી મેચ 22 જૂને અફઘાનિસ્તાન વિરુદ્ધ રમશે.