નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ઝાબુઆના કડકનાથ રિસર્ચ સેન્ટર (કૃષિ વિજ્ઞાન કેન્દ્ર)એ કડકનાથ ચિકન ખાવાની સલાહ આપી છે, સેન્ટરે આ સંબંધમાં ભારતીય કેપ્ટનને એક પત્ર લખ્યો છે. પત્રની કોપી ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવી છે. સેન્ટરના ડિરેક્ટર આઈએસ તોમરે ફેટ અને કોલેસ્ટ્રોલ વધુ હોવાના ડરથી કોહલીના ગ્રિલ્ડ ચિકન છોડવાના મીડિયા રિપોર્ટ વાંચીને આ પત્ર લખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તોમરનું કહેવું છે કે, ફેટ અને કોલેસ્ટ્રોલને કારણે જો વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયાના ખેલાડી ગ્રિલ્ડ ચિકન છોડીને વેગન (શાકાહારી) ડાઈટ લઈ રહ્યાં છે તો તે ડર્યા વિના ઝાબુઆનું કડકનાથ ચિકન ખાઈ શકે છે. તે ન બરાબર ફેડ અને કોલેસ્ટ્રોલ હોય છે. તેમાં આયરલ અને લ્યૂરિક એસિડ પર્યાપ્ત માત્રામાં હોય છે. તોમરે પત્રમાં હૈદરાબાદ નેશનલ મીટ રિસર્ચ સંસ્થાનો રિપોર્ટની કોપી પણ જોડી છે, જે સામાન્ય ચિકન અને કડકનાથ ચિકનમાં રહેલા ફેટ-પ્રોટીન-કોલેસ્ટ્રોલ વગેરેના અંતરને દર્શાવે છે. 


તોમરનું કહેવું છે કે, મેં કેટલાક મીડિયા રિપોર્ટમાં વાંચ્યું કે, વિરાટ કોહલી પોતાની હેલ્થને લઈને સજાગ છે અને પોતાના પસંદગીનું ગ્રિલ્ડ ચિકન ફેટ અને કોલેસ્ટ્રોલને કારણે છોડીને શાકાહારી ભોજન અપનાવી ચુક્યો છે. કોહલી તથા અન્ય ખેલાડી દેશની શાન છે અને આ કારણે તેની ફિટનેસમાં કમી આવવાની આશંકા છે તેથી અમે પત્ર લખીને સૂચન કર્યું છે. તોમરે પત્રમાં કહ્યું કે, ટીમના સભ્યોની જરૂરીયાત પૂરી કરવા પર્યાપ્ત કડકનાથ ઉપલબ્ધ કરાવી શકાય છે. 


છ મહિનાની લડાઈ બાદ ઝાબુઆનો થયો હતો કડકનાથ મુરગોઃ કડકનાથ મુરગા માટે ઝાબુઆને જીઆઈ ટેગ છ મહિનાની લડાઈ બાદ મળ્યો હતો. ઝાબુઆમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સાથે કામ કરનારા ગ્રામીણ વિકાસ ટ્રસ્ટે 2012મા કડકનાથ પર જીઆઈ ટેગ માટે અરજી કરી હતી. 


બાદમાં દંતેવાડા કલેક્ટરે જીઆઈ ટેગ માટે અરજી કરી દીધી હતી. ત્યારે તત્કાલીન ઝાબુઆ કલેક્ટર આશીષ સક્સેનાએ પશુપાલન વિભાગને પત્ર લખીને 2012મા કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી આપી હતી. ત્યારે છગે ક્લેમ પરત લીધો અને કડકનાથ ઝાબુઆનો થયો હતો. હવે તેને ઝાબુઆનો કડકનાથ કહેવામાં આવે છે.