દુબઈઃ ભારત આઈસીસી ટેસ્ટ ટીમ રેન્કિંગમાં પ્રથમ સ્થાને યથાવત છે જ્યારે ઈંગ્લેન્ડ પાંચ મેચોની શ્રેણી 4-1થી જીતીને ચોથા સ્થાને પહોંચી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતે શ્રેણીની શરૂઆત નંબર-1 પર રહેતા 125 પોઇન્ટ સાથે કરી હતી, 1-4થી શ્રેણી ગુમાવ્યા બાદ હવે તેના ખાતામાં 115 પોઇન્ટ રહી ગયા છે. 


ભારતને મંગળવારે સમાપ્ત થયેલા પાંચમાં અને અંતિમ ટેસ્ટમાં 118 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જેથી ભારત ઈંગ્લેન્ડ સામે શ્રેણી 1-4થી ગુમાવી દીધી હતી. 


ઈંગ્લેન્ડે શ્રેણીની શરૂઆત પાંચમાં સ્થાન અને 97 પોઇન્ટની સાથે કરી હતી, પરંતુ વિશ્વની નંબર એક ટીમ ભારત વિરુદ્ધ મોટી જીતથી તેને આઠ પોઇન્ટનો ફાયદો થયો છે અને ટીમ ન્યૂઝીલેન્ડને પાછળ છોડતા 105 પોઇન્ટની સાથે ચોથા સ્થાને પહોંચી ગઈ છે. 


જો રૂટની ઈંગ્લેન્ડ ટીમ હવે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાથી માત્ર એક અંક પાછળ છે. આ બંન્ને ટીમોના 106 પોઇન્ટ છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ દશાંકમાં સારી સ્થિતિમાં હોવાને કારણે બીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડના 102 પોઇન્ટ છે, જેમાં આ ચાર ટીમો વચ્ચે માત્ર પાંચ પોઇન્ટનું અંતર છે.