કરાચીઃ પાકિસ્તાનના પૂર્વ લેગ સ્પિનર અબ્દુલ કાદિરે કહ્યું કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને દેશના વડાપ્રધાન ઇમરાન ખાન વચ્ચે ઘણી સમાનતાઓ જોવા મળી રહી છે. કાદિરે મંગળવારે રાત્રે એક ટીવી શો પર કહ્યું, જો વિરાટ કોહલીને બેટ્સમેન કે કેપ્ટન તરીકે જોવ તો હું કરી શકું કે તે ઇમરાનની જેમ છે. ઇમરાન પણ પોતાની મિશાલ રજૂ કરતો હતો, જેથી બીજા તેના પગલા પર ચાલી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું, હું બંન્નેની તુલના કરીશ નહીં. પરંતુ કોહલીમાં પણ મોરચાની આગેવાની કરવાની ક્ષમતા છે. તેમણે કહ્યું, કોહલી પણ જવાબદારી લે છે અને તે પ્રદર્શનની મિસાલ રજૂ કરે છે, જેથી બીજા સારૂ રમે. 


આ પહેલા ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ કોહલીની તુલના સર વિવિયન રિચર્ડ્સ અને ઇમરાન સાથે કરી હતી. કાદિરે કહ્યું, ઇમરાન તેવી વ્યક્તિ હતો અને તે બીજા ખેલાડીઓ પાસેથી સારૂ પ્રદર્શન કરાવી લેતા હતા. કોહલી હજુ ત્યાં સુધી પહોંચ્યો નથી, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે તે મોરચાની આગેવાની કરે છે. 



1st T20I: વેલિંગનટ ટી20માં ભારતીય મહિલા ટીમનો 23 રને પરાજય
 


પાકિસ્તાન માટે 67 ટેસ્ટ અને 104 વનડે રમી ચુકેલા દિગ્ગજ સ્પિનર કાદિરે રવિ શાસ્ત્રીના તે નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી, જેમાં તેણે કોહલીની તુલના વેસ્ટઈન્ડિઝના મહાન ખેલાડી સર વિવિયમન રિચર્ડ્સ અને પૂર્વ પાકિસ્તાની કેપ્ટન ઇમરાન ખાન સાથે કરી હતી. 


ભારતીય કોચે કહ્યું હતું, વિરાટ તે મહાન ખેલાડીઓમાં સામેલ છે, જે જવાબ આપવાનું જાણે છે. તે હાવી થઈને રમવા ઈચ્છે છે અને કામને લઈને તે જે રીતે પ્રતિબદ્ધ છે તેમ બીજો ખેલાડી નથી. મને લાગે છે કે ભારત ભાગ્યશાળી છે તે તેની પાસે આવો કેપ્ટન છે. મને તે આ મામલે ઇમરાન ખાનની યાદ અપાવે છે. 

સ્મૃતિ મંધાનાનો T-20 આંતરરાષ્ટ્રીયમાં ધમાકો, ફટકારી સૌથી ઝડપી અડધી સદી