વિરાટ કોહલીએ લોન્ચ કરી પોતાની પરફ્યુમ બ્રાન્ડ, કિંમત જાણીને તમે ચોંકી જશો
નવી દિલ્હીઃ વિરાટ કોહલી જે રીતે ક્રિકેટના મેદાનમાં રિકોર્ડ ધ્વસ્ત કરી રહ્યો છે, તે રીતે બિઝનેસમાં પણ પોતાને મજબૂત કરી રહ્યો છે. હાલમાં વિરાટે પોતાનું નવું પરફ્યુમ વન8 બ્રાન્ડ લોન્ચ કરી છે. વિરાટે ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ એક વીડિયોમાં પરફ્યુમ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
પરફ્યુમ લોન્ચના આ વીડિયોમાં કોહલીએ કહ્યું, વન8 મારા દિલની ખૂબ નજીક છે. તેના માધ્યમથી હું મારા ફેન્સ સાથે જોડાવા ઈચ્છું છું અને તેને પોતાના વ્યક્તિત્વના સ્પષ્ટ અને આનંદમય પાસાં સુધી પહોંચાડવા ઈચ્છું છું.
કોહલીએ કહ્યું, મારા આ પાસાંને ક્યારે જોવામાં આવ્યો નથી. હું ઈચ્છું છું કે, દરેક મારી આ સફરમાં સામેલ થાય. વન8નું લોન્ચ આ બ્રાન્ડનો પ્રસ્તાવ અને મારા વ્યક્તિગતનો વિસ્તાર છે.
તમને જણાવી દઈએ કે, વન8 બ્રાન્ડમાં પરફ્યુમ સિવાય ડિયોડ્રેંટ્સ અને પોકેટ સ્પ્રેમ પણ ઉપલબ્ધ છે. વન8 પરફ્યુમને 6 ફ્રેંગ્રેસ સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે, જેમાં એક્વા, વિલો, ઇંટેન્સ, એક્ટિવ, ફ્રેશ અને પ્યોર સામેલ છે.
વિરાટનો આ સ્પ્રે ઓનલાઇન મળે છે. પરંતુ તેનો ભાવ એટલો બધો છે કે સામાન્ય માણસને પરવડે તેમ નથી. તેની 100mL બોટલની કિંમત 1495 રૂપિયા છે.
ઉલ્લેખનીય છે કે વન8 બ્રાન્ડનું નામ કોહલીની જર્સી નંબર-18ના નામ પર રાખવામાં આવ્યું છે. આ પહેલા કોહલી આ બ્રાન્ડ હેથળ પ્યૂમાની સાથે મળીને સ્નીકર્સ લોન્ચ કરી ચુક્યો છે, જેને તેણે ડિઝાઇન કર્યા હતા.