નવી દિલ્હીઃ વિરાટ કોહલીએ ભારતની ટેસ્ટ ટીમની કેપ્ટન્સી છોડી દીધી છે. પહેલાથી જ T20 ની કેપ્ટનશીપ છોડી ચૂકેલા આ દિગ્ગજને તાજેતરમાં BCCI દ્વારા ODI ટીમની કેપ્ટનશીપમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. આ સાથે જ એક યુગનો પણ અંત આવ્યો. વિરાટ ભારતીય ટેસ્ટ ટીમનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન હતો. વિરાટની કેપ્ટનશીપમાં ઘણા ખેલાડીઓએ પોતાની કારકિર્દી પણ બનાવી. જો વિરાટ ન હોત તો કદાચ આ ખેલાડીઓને ટીમમાં સ્થાન પણ ન મળત. આ રિપોર્ટમાં અમે તમને એવા 5 ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેમની કારકિર્દી વિરાટની કેપ્ટનશીપમાં બની હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. મોહમ્મદ સિરાજ



ટીમ ઈન્ડિયાનો ઘાતક ઝડપી બોલર મોહમ્મદ સિરાજ હાલના સમયે ટેસ્ટ ટીમની તાકાત છે. પરંતુ જે રીતે સિરાજની કારકિર્દીની શરૂઆત થઈ, તે અહીં સુધી પહોંચી શકશે તેવી તેણે અને કોઈએ કલ્પના પણ કરી ન હતી. સિરાજે અગાઉ સીમિત ઓવરોના ફોર્મેટમાં તક આપવામાં આવી હતી અને આઈપીએલની જેમ તેણે આ ફોર્મેટમાં પણ રન લૂંટાવ્યા હતા. એવું માનવામાં આવતું હતું કે સિરાજની કારકિર્દી ખતમ થઈ જશે. પરંતુ વિરાટ તેને તક આપતો રહ્યો અને 2020ના ઓસ્ટ્રેલિયન પ્રવાસ બાદ આ ખેલાડીનું ભાગ્ય પલટાઈ ગયું. હવે સિરાજ ટીમનો મહત્વનો ભાગ છે.


2. કેએલ રાહુલ



કેએલ રાહુલે પણ વિરાટની કેપ્ટનશીપમાં કારકિર્દી બનાવી. કેએલ રાહુલને 2014ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. વિરાટ એ જ પ્રવાસમાં ટેસ્ટ ટીમનો કાયમી કેપ્ટન પણ બન્યો હતો. કેએલ રાહુલ તેની કારકિર્દીમાં ઘણી વખત ખરાબ રીતે ફ્લોપ થયો હતો પરંતુ કોહલીનો વિશ્વાસ તેના પર જ રહ્યો અને આજે તે ટીમ ઈન્ડિયાના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેનોમાંનો એક છે. ખુદ રાહુલ પણ ટેસ્ટ ટીમનો આગામી કેપ્ટન બની શકે છે.


3. ઋષભ પંત



એમાં કોઈ શંકા નથી કે જો ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ન હોત તો કદાચ ઋષભ પંતની કારકિર્દી આટલી સારી ન હોત. મહેન્દ્ર સિંહ ધોની બાદ ટીમને એક સારા વિકેટકીપરની જરૂર હતી. જે બાદ પંતને રિદ્ધિમાન સાહા સાથે ટ્રાય કરવામાં આવ્યો. પંત તેની કારકિર્દીની શરૂઆતમાં સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો પરંતુ કોહલીનો વિશ્વાસ તેના પર જળવાઈ રહ્યો હતો. હાલના સમયે આ ખેલાડી વિશ્વનો સૌથી ઘાતક વિકેટ કીપર બેટ્સમેન છે અને ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો એક્સ ફેક્ટર પણ છે.


4. જસપ્રીત બુમરાહ



ટીમ ઈન્ડિયાની આન બાન અને શાન ગણાતા સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પણ કોહલીની કેપ્ટનશીપમાં 2018માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. હાલના સમયે વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર ગણાતો આ ખેલાડી ટેસ્ટ ટીમનો આગામી કેપ્ટન પણ બની શકે છે. બુમરાહની કારકિર્દીમાં સૌથી મોટી ભૂમિકા કોહલીએ ભજવી હતી. તે ધીમે ધીમે આ શાંત ખેલાડીએ કોહલીની જેમ ખૂંખાર તેવર દેખાડવો લાગ્યો હતો.


5. રોહિત શર્મા



સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે કે રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી પણ વિરાટ કોહલીના કારણે બની હતી. ODI અને T20 ટીમના કેપ્ટન રોહિતે સીમિત ઓવરની ક્રિકેટમાં પોતાનું નામ રોશન કર્યું હતું, પરંતુ કોહલીએ તેને ટેસ્ટમાં સતત તકો આપી. ટેસ્ટ ટીમમાં મિડલ ઓર્ડરમાં બેટિંગ કરનાર રોહિતને કોહલીએ ઓપનિંગની જવાબદારી સોંપી હતી. ત્યારબાદ આ ખેલાડી ત્રણેય ફોર્મેટનો સ્ટાર બની ગયો.