જયપુરઃ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો કેપ્ટન વિરાટ કોહલી મંગળવારે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મુકાબલામાં ઉતરતા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 100થી વધુ મેચોમાં નેતૃત્વ કરનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. 2011માં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની કમાન સંભાળનાર કોહલીને હજુ સુધી ટાઇટલ જીતવાનો અફસોસ જરૂર હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીએલમાં 100થી વધુ મેચોમાં આગેવાની કરનાર બે અન્ય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ગૌતમ ગંભીર છે. ધોનીએ આઈપીએલમાં સૌથી વધુ 162 મેચોમાં આગેવાની કરી છે. તેમાંથી 148 મુકાબલામાં તે ચેન્નઈ સુપર કિંગ્સનો સુકાની રહ્યો છે. બાકી મેચોમાં તેણે રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સનો કેપ્ટન રહ્યો છે. ચેન્નઈ માટે ધોનીએ 92 મેચોમાં જીત હાસિલ કરી છે. કુલ મળીને રેકોર્ડની વાત કરીએ તો ધોનીએ કુલ 97 મેચોમાં જીત હાસિલ કરી છે. ધોનીની આગેવાનીમાં ટીમના એક મેચનું પરિણામ આવ્યું નથી. 


ભારતીય ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગંભીરે 129 મેચોમાં સુકાન સંભાળ્યું છે. જેમાં તેણે 71 રનથી જીત હાસિલ કરી છે. કોલકત્તાને બે વખત આઈપીએલનું ટાઇટલ અપાવનાર કેપ્ટને 108 મેચોમાં કેકેઆરની કમાન સંભાળી છે જેમાં 61માં વિજય થયો છે. 


કોહલીએ 99 મેચોમાંથી 44 જીત્યા છે અને 50માં હારનો સામનો કરવો પડ્યો છે. બે મેચ ટાઈ રહ્યાં અને ત્રણ મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. કોહલીના જીતની ટકાવારી 46.87 રહ છે (99 મેચો સુધી). તે આઈપીએલમાં 5 હજારથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી છે. તેણે આઈપીએલમાં ચાર સદી ફટકારી છે.